Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જોઈ ન શકતા 9 લોકોએ 65 ફૂટ લાંબી જૂટની થેલી બનાવી

જોઈ ન શકતા 9 લોકોએ 65 ફૂટ લાંબી જૂટની થેલી બનાવી

02 September, 2019 09:00 AM IST |

જોઈ ન શકતા 9 લોકોએ 65 ફૂટ લાંબી જૂટની થેલી બનાવી

જોઈ ન શકતા 9 લોકોએ 65 ફૂટ લાંબી જૂટની થેલી બનાવી


તામિલનાડુના કોઇમ્બતુરમાં જોઈ ન શકતા ૯ જણે અન્ય ૧૬ સ્ટુડન્ટ્સ અને ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી સાથે મળીને એક શણની થેલી સ્ટીચ કરી છે. ૩૪ વર્ષના સંતોષ ચંદ્રને તેની જેમ જ જોઈ ન શકતા બીજા આઠ મિત્રોની સાથે આ કામ કર્યું છે. સંતોષની ટીમ અને ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોએ પાંચ કલાકની મહેનત કરીને ૬૫ ફુટ ઊંચી અને ૩૬ ફુટ પહોળી શણની થેલી સીવી છે.

સંતોષનું કહેવું છે કે આવું કરવા પાછળ બે હેતુ હતા. એક તો પર્યાવરણ પ્રત્યે કાળજી રાખવી જોઈએ એવો સંદેશો આપવો અને બીજું, જોઈ ન શકતા લોકો પણ કંઈક કામ પોતાની રીતે કરી શકે છે એ સમજવું. સંતોષનું કહેવું છે કે ‘મારા ઘરે સ્વિચ બૉક્સ બગડી જાય તો મારા પરિવારજનો કદી મને એ રિપેર કરવા દેતા નથી. તેમને ડર રહે છે કે કદાચ મને કરન્ટ લાગી જશે. જોકે અમે જોઈ ન શકતા લોકોએ ભેગા મળીને ઇલેક્ટિક સિલાઈ મશીન પર રેકૉર્ડબ્રેક કહેવાય એવી મોટી શણની બૅગ સીવી છે. આ બૅગ મારા ઘરના કદ કરતાંય મોટી છે.’



આ પણ વાંચો: જોઈ ન શકતા 9 લોકોએ 65 ફૂટ લાંબી જૂટની થેલી બનાવી


આ પહેલાંનો સૌથી મોટી શણની થેલીનો રેકૉર્ડ ૩૬ ફુટ બાય ૨૭ ફુટની થેલીના નામે હતો. જોકે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનૅશનલ સ્કૂલ ઑફ ટેક્સટાઇલ્સ ઍન્ડ મૅનેજમેન્ટના ૧૮ વિદ્યાર્થીઓ તેમ જ એક યુવા ફાઉન્ડેશનની મદદથી એનાથી લગભગ બમણી ઊંચાઈ ધરાતી બૅગ તૈયાર કરવામાં આવી છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડના પ્રયત્નમાં મદદ કરનારા યુવા ફાઉન્ડેશનના અધ્યક્ષ શશીકલાનું કહેવું છે કે આ શણની બૅગ સાથે અમે પ્લાસ્ટિક બૅગનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવાની વિનંતી કરીએ છીએ. આ બૅગ બનાવીને અમે બતાવવા માગીએ છીએ કે પ્લાસ્ટિકનો વિકલ્પ પણ છે અને દિવ્યાંગો પાસે ટૅલન્ટ પણ. તેમને માત્ર પ્રોત્સાહન આપવાની જરૂર છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2019 09:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK