સુરત નજીક આવેલા કિમ-માંડવી હાઇવે પર ફુટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળેલા ડમ્પરના ઍક્સિડન્ટે ૨૦ વ્યક્તિમાંથી ૧૫ જણનો ભોગ લીધો, પણ ગઈ કાલે થયેલા આ ભયંકર ઍક્સિડન્ટમાં ૬ મહિનાની લક્ષ્મી નામની દીકરીનો ચમત્કારિક બચાવ થયો હતો, જ્યારે તેનાં માબાપનું મોત થયું હતું. તીણા અવાજમાં રડવાનો અવાજ સાંભળીને પોલીસે અવાજની દિશામાં તપાસ કરતાં કચડાયેલી હાલતમાં માબાપના મૃતદેહ વચ્ચે લક્ષ્મી જીવતી મળી આવતાં પોલીસને પણ અચરજ થયું હતું. આશ્ચર્યની વાત એ છે કે લક્ષ્મીને ડમ્પરને કારણે કોઈ ઈજા થઈ નહોતી, પણ જમીન સાથે ઘસડાવાને કારણે ઘસરકા પડ્યા હતા, જેને લીધે તેને સામાન્ય સારવાર માટે સ્મીમેર હૉસ્પિટલમાં મોકલવામાં આવી છે.
ભારતીય ક્રિકેટનું પાવરહાઉસ બની રહ્યું છે ગુજરાત
28th February, 2021 12:28 ISTગુજરાતમાં આજે જિલ્લા અને તાલુકા પંચાયત તેમ જ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે મતદાન
28th February, 2021 11:45 ISTમહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું
28th February, 2021 11:30 ISTGujarat: સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી, આટલા આપવા પડશે
27th February, 2021 17:50 IST