પંકજા મુંડે મુખ્ય પ્રધાન બનશે તો મને આનંદ થશે : સુપ્રિયા સુળે

Published: Feb 25, 2019, 09:53 IST | મુંબઈ

કોઈ હિંમતવાન મહિલા જો રાજ્યનું નેતૃત્વ સંભાળવા આગળ આવતી હોય તો આ વાત આપણા માટે આનંદદાયી છે, એમ જણાવતાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે પંકજા મુંડેને મારી શુભેચ્છા છે.

NCPના નેતા સુપ્રિયા સુળે
NCPના નેતા સુપ્રિયા સુળે

કોઈ હિંમતવાન મહિલા જો રાજ્યનું નેતૃત્વ સંભાળવા આગળ આવતી હોય તો આ વાત આપણા માટે આનંદદાયી છે, એમ જણાવતાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે પંકજા મુંડેને મારી શુભેચ્છા છે.

રાજ્યમાં રાજકારણ કઈ દિશાએ જઈ રહ્યું છે એ વાત સામાન્ય જનતાની પણ સમજ બહાર જઈ રહ્યું છે. હાલની સરકાર અસંવેદનશીલ છે. ૫૬ ઇંચની છાતી હોવા છતાં પાકિસ્તાને પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો. સરકારની અનેક યોજના નિષ્ફળ ગઈ છે. તેમ જ ખેડૂતોને કરજમાફી મળતી નથી. મુંબઈમાં ધનગર સમાજ આરક્ષણની બેઠક નિષ્ફળ ગઈ હતી, જેનું મને આર્ય થઈ રહ્યું છે. બારામતીમાં જ્યારે ધનગર સમાજનું આંદોલન થયું ત્યારે ઘણાં આશ્વાસનો અપાયાં હતાં. ખોટાં કામ કરનાર સરકારને સબક શિખવાડવાનો વખત આવી ગયો છે. તેથી દેશમાં મહાગઠબંધન કરીને જ ચૂંટણી લડાવવામાં આવશે.’

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK