Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેન્દ્રને રાહત: સુપ્રીમનો કાશ્મીરમાંથી કલમ-144 દૂર કરવા ઇનકાર

કેન્દ્રને રાહત: સુપ્રીમનો કાશ્મીરમાંથી કલમ-144 દૂર કરવા ઇનકાર

14 August, 2019 10:44 AM IST | નવી દિલ્હી

કેન્દ્રને રાહત: સુપ્રીમનો કાશ્મીરમાંથી કલમ-144 દૂર કરવા ઇનકાર

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ


જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ-૩૭૦ હટાવ્યા બાદ અહીં તણાવભરી પરિસ્થિતિ બની રહી છે. ત્યાર બાદ સરકારે અહીં તમામ પ્રકારના પ્રતિબંધ મૂકી દીધા છે. સરકાર દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધને હટાવી દેવા વિશે કરવામાં આવેલી અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે સરકાર તરફથી લગાવવામાં આવેલા વિવિધ પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આ મામલો ખૂબ ગંભીર છે, આથી સરકારને થોડો વધારે સમય મળવો જોઈએ.

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ થયા પછી સરકારે આખા જમ્મુ અને શ્રીનગરમાં કલમ-૧૪૪ લગાવી રાખી છે. કાશ્મીર ખીણમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરકારે મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ સર્વિસ બંધ કરાવી દીધી છે.



આ પહેલાં સુપ્રીમ કોર્ટે ઍટર્ની જનરલને પૂછ્યું હતું કે આવું ક્યાં સુધી ચાલશે? આ સંદર્ભે ઍટર્ની જનરલે કહ્યું હતું કે ‘પરિસ્થિતિ સામાન્ય થતાંની સાથે જ તમામ પ્રતિબંધ હટાવી લેવામાં આવશે. અમે એવો પ્રયાસ કરીએ છીએ કે લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે. અમે દરરોજની સ્થિતિની માહિતી મેળવી રહ્યા છીએ. આ ખરેખર સંવેદનશીલ સ્થિતિ છે, તમામ લોકોનાં હિત માટે આવું કરવું જરૂરી છે. આ વ્યવસ્થા દરમ્યાન કોઈનું લોહી રેડાયું નથી કે કોઈ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી. રાજ્યમાં પ્રતિબંધ હળવા બનાવાયા હતા. જો આવી સ્થિતિમાં ત્યાં કંઈ થાય તો એ માટે કોણ જવાબદાર ગણાશે?’


ઍટર્ની જનરલના જવાબ બાદ સુપ્રીમ કોર્ટે આ મામલા વિશે બે અઠવાડિયાં બાદ સુનાવણી કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાંથી વિવિધ પ્રતિબંધ હટાવી લેવાની તેહસીન પૂનાવાલાની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘આ ખરેખર સારી વાત છે કે સદ્નસીબે કોઈનો જીવ ગયો નથી. આ મામલે સરકાર પર ભરોસો કરવો પડશે તેમ જ સરકારને થોડો સમય પણ આપવો પડશે.’

પૂનાવાલાએ માગણી કરી હતી કે ‘કોર્ટ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લા અને મેહબૂબા મુફ્તી જેવાં નેતાઓને છોડવાનો આદેશ આપે. વાસ્ત‌વિકતા તપાસવા માટે એક ન્યાયપંચની રચના કરે. કેન્દ્ર સરકારે બંધારણના અનુચ્છેદ-૧૯ અને ૨૧ના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.’


આ પણ વાંચો : સિક્કિમમાં મોટો રાજનૈતિક ઉલટફેર, આ પાર્ટીના 10 ધારાસભ્યો ભાજપમાં સામેલ

નોંધનીય છે કે ખીણમાં અત્યારે પણ મોબાઇલ ફોન, મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ અને ટીવી-કેબલ પર રોક લાગી છે. જમ્મુમાં સંપૂર્ણપણે કલમ-૧૪૪ને હટાવી દેવામાં આવી છે અને કેટલાંક ક્ષેત્રોમાં ફોન સર્વિસ શરૂ કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

14 August, 2019 10:44 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK