રાજ્યસભામાં SPG બિલ પાસ, અમિત શાહે કોંગ્રેસને લીધા આડે હાથ

Published: Dec 03, 2019, 19:13 IST | New Delhi

રાજ્યસભામાં શિયાળું સત્રમાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) બિલ પાસ થઇ ગયું છે. સંસદમાં બિલ પર મતદાન પહેલા કોંગ્રેસના ધારસભ્યો વોકઆઉટ કરી ગયા હતા.

ગૃહ મંત્રી અમિત શાહ રાજ્યસભામાં (PC : ANI)
ગૃહ મંત્રી અમિત શાહ રાજ્યસભામાં (PC : ANI)

રાજ્યસભામાં શિયાળું સત્રમાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) બિલ પાસ થઇ ગયું છે. સંસદમાં બિલ પર મતદાન પહેલા કોંગ્રેસના ધારસભ્યો વોકઆઉટ કરી ગયા હતા. ચર્ચા દરમ્યાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે અમારી માત્ર ગાંધી પરીવારને જ નહીં પણ દેશના તમામ નાગરીકોની સુરક્ષાની જવાબદારી છે. વિવાદો અને હોબાળા પછી અંતે આજે લોકસભા અને રાજ્યસભામાં એસપીજી બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે ગત મહિને ગાંધી પરિવારની SPG સુરક્ષા પરત લેવાનો નિર્ણય કર્યો હતો. હવે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષા વ્યવસ્થા SRF ને સોંપી દેવામાં આવી છે.જાણો, અમિત શાહે SPG બિલ અને ગાંધી પરિવાર વિશે શું કહ્યું
અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે, હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે, બિલ ગાંધી પરિવારને ધ્યાનમાં રાખીને આ બિલ લાવવામાં નથી આવ્યું. આ બિલ સાથે ગાંધી પરિવારને કોઈ લેવા દેવા નથી. હું ચોક્સ કહેવા માંગીશ કે, પાછળના અમુક પરિવર્તન એક પરિવારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા. અશોક સિંઘલને એસપીજી સુરક્ષા આપવામાં નહતી આવી. એક સમયે તેમન પણ જોખમ હતું. પીએમ સ્ટેટ ઓફ હેડ હોય છે તેથી તેમને સુરક્ષાની જરૂર હોય છે.

મનમોહન સિંહની ઝેડ પ્લસ સુરક્ષા બનાવી દેવામાં આવી ત્યારે કેમ બોલ્યું નહીં : અમિત શાહ
અમે સમાનતામાં માનીયે છીએ. આ દેશમાં માત્ર ગાંધી પરિવારની સુરક્ષા જ એક મુદ્દો નથી. આ પહેલાં પૂર્વ પીએમ ચંદ્રશેખર રાવની સુરક્ષા હટાવી દેવામાં આવી છે. વીપી સિંહની સુરક્ષા હટાવી દેવામાં આવી છે. કોંગ્રેસના જ નરસિંહા રોવની સુરક્ષા હટાવી દેવામાં આવી છે. મનમોહન સિંહની સુરક્ષા ઝેડ પ્લસ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસમાંથી કોઈએ હોબાળો ન હતો કર્યો. અમે પરિવારનો વિરોધ નથી કરતા, પરિવારવાદનો વિરોધ કરીયે છીએ. જ્યાં સુધી શ્વાસ લઈએ છીયે ત્યાં સુધી પરિવાર વાદનો વિરોધ કરતાં રહીશું.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

PM મોદી, અમિત શાહ, નિર્મલા સીતારામણ પર કરેલી ટિપ્પણી પર કોંગ્રેસના અધીર રંજન પાસે માફીની માંગ કરી
કોંગ્રેસ અને અન્ય વિપક્ષએ મંગળવારે ડુંગળીની વધતી કિંમતો, અર્થવ્યવસ્થા અને બેરોજગારીના મુદ્દે લોકસભામાં હોબાળો કર્યો હતો. ભાજપે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારામણ પર સોમવારે કરેલી ટિપ્પણી અંગે માફીની માંગ કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK