Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ ક્રાઈમ: લંપટ સસરાની પોલ ખોલી પુત્રવધૂએ

મુંબઈ ક્રાઈમ: લંપટ સસરાની પોલ ખોલી પુત્રવધૂએ

30 July, 2019 08:28 AM IST | મુંબઈ
સમીઉલ્લાહ ખાન

મુંબઈ ક્રાઈમ: લંપટ સસરાની પોલ ખોલી પુત્રવધૂએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની વિરાર પોલીસે ૫૦ વર્ષના સસરાની પોતાની જ પુત્રવધૂની છેડતી કરવાના આરોપસર ધરપકડ કરી હતી. ઘટના એવી હતી કે થોડા દિવસ પહેલાં પીડિતાએ તેના પતિને સસરાના ખરાબ ચારિત્ર્ય વિશે ફરિયાદ કરી હતી, જેના પર પુત્રએ પત્નીને ધમકાવી હતી.

આગળની વાત ‘મિડ-ડે’ને જણાવતાં પીડિતાએ કહ્યું હતું કે ‘મારી વાતને સત્ય પુરવાર કરવાનું નક્કી કર્યું હતું. મેં મારા મોબાઇલનો કૅમેરા ઓન કરી રસોડામાં છુપાવી દીધો હતો. સાંજે ઘરે આવ્યા બાદ સસરા પોતાની રોજની આદત મુજબ મોટા અવાજે પૉર્ન ફિલ્મો જોવા માંડ્યા અને પછી રસોડામાં આવીને મારી સાથે અશ્લીલ હરકત કરવા માંડ્યા હતા. મેં મોબાઇલમાં રેકૉર્ડ કરેલી સસરાની તમામ હરકતો પતિને બતાવી હતી.



આ પણ વાંચો : બે દિવસ પછી પણ ઘાટકોપરના ગુજરાતી સિનિયર સિટિઝન પ્રદીપ કામદાર નથી મળ્યા


મારા પતિને પોતાની ભુલ સમજાઈ હતી. અમે બન્ને પતિ-પત્નીએ પિતા સાથે તેમની સમસ્યા જાણવા વાત કરવાની કોશિશ કરી તો તેમણે ગુસ્સો કરીને અમને બન્નેને ઘર છોડીને જતા રહેવા કહ્યું હતું.’ સસરાને પાઠ ભણાવવા અને પોતાની નિર્દોષતા સાબિત કરવા પત્નીએ પતિ સાથે મળીને વિરાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સસરાની ધરપકડ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2019 08:28 AM IST | મુંબઈ | સમીઉલ્લાહ ખાન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK