Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિરારમાં એક જ રાતમાં ચોરીની આઠ ઘટના

વિરારમાં એક જ રાતમાં ચોરીની આઠ ઘટના

27 November, 2012 05:46 AM IST |

વિરારમાં એક જ રાતમાં ચોરીની આઠ ઘટના

વિરારમાં એક જ રાતમાં ચોરીની આઠ ઘટના




વિરાર રેલવે-સ્ટેશન પાસે આવેલા મિર્ઝા શૉપિંગ સેન્ટરના પહેલા અને બીજા માળે કમ્પ્યુટર ઇન્સ્ટિટ્યુટ, બિલ્ડર્સ વગેરેની ઑફિસો છે. શનિવારે દરરોજની જેમ રાતે ઑફિસ બંધ કરીને બધા ઘરે જતા રહ્યા હતા. શનિવારે મોડી રાતે અમુક અજાણ્યા ચોરો ઑફિસમાં ઘૂસીને એમાંનો માલસામાન લઈને નાસી ગયા હતા. ચોરોએ ઑફિસમાંથી લૅપટૉપ અને કૅમેરા જેવી વસ્તુઓ મળી ૩૫,૫૦૦ રૂપિયાની માલમતા ચોરી હતી. રવિવારે જ્યારે લોકોએ ઑફિસ ખોલી ત્યારે આ ઘટના તેમના ધ્યાનમાં આવી હતી. આ પહેલાં પણ પોલીસ-સ્ટેશનની પાસેના પરિસરમાંથી એકસાથે ૭ જગ્યાએ ચોરી થઈ હતી. એમાંથી એક પણ ચોરને પોલીસ પકડી શકી નથી. એમાં હવે શૉપિંગ સેન્ટરમાં ચોરી થવાથી લોકો ચિંતામાં મુકાઈ ગયા છે.





Whatsapp-channel Whatsapp-channel

27 November, 2012 05:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK