રોડ મિનિસ્ટ્રી દ્વારા પહેલી જાન્યુઆરીથી સેફ્ટી વીક

Published: 30th December, 2011 05:11 IST

નવા વર્ષમાં રોડના પરિવહનની સલામતીમાં વધારો થાય એ હેતુસર રોડ ટ્રાન્સર્પોટ મિનિસ્ટ્રી પહેલી જાન્યુઆરીથી સેફ્ટી વીકની ઉજવણી કરવાની છે જેમાં રોડ પર સલામતી વધે એ માટે અલગ-અલગ કૅમ્પેન લૉન્ચ કરવામાં આવશે.આ મુદ્દે વાત કરતાં યુનિયન રોડ ટ્રાન્સર્પોટ મિનિસ્ટર સી.પી. જોશીએ કહ્યું છે કે ‘૨૦૦૯માં દેશમાં થયેલા ૪.૮ લાખ જેટલા રોડ-ઍક્સિડન્ટમાં અંદાજે ૧.૨૫ લાખ વ્યક્તિઓ મૃત્યુ પામી છે. આંકડાઓ પરથી ખબર પડે છે કે ૮૦ ટકા જેટલા અકસ્માતોમાં ડ્રાઇવરનો વાંક હોય છે અને આ વાત જ દર્શાવે છે કે આપણા ડ્રાઇવિંગના અભિગમમાં બદલાવની જરૂર છે. આ કારણોસર વિભાગ દ્વારા પહેલી જાન્યુઆરીથી રોડ સેફ્ટી વીકનું આયોજન કરવામાં આવ્યું છે જેને સફળ બનાવવા માટે ટ્રાફિક-પોલીસ, ટ્રાન્સર્પોટ ઑથોરિટી, સ્કૂલો અને સ્વયંસેવી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે. અમારો ઇરાદો નવી પેઢીને શક્ય એટલી વધારે જાગૃત બનાવવાનો છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK