Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



છત્રી-રાસ

01 October, 2019 09:39 AM IST | રાજકોટ
રશ્મિન શાહ

છત્રી-રાસ

છત્રી રાસ

છત્રી રાસ


રાજકોટ : ગુજરાત પર છવાયેલી મૉન્સૂન સિસ્ટમના કારણે વરસી રહેલા એકધારા વરસાદના કારણે આ વર્ષે નવરાત્ર‌િ બગડે એવું લાગી રહ્યું છે, પણ એમ છતાં માતાજીની આરાધના કરવાનું પ્રાચીન ગરબીની બાળાઓ ચૂકી નહીં. બન્યું એવું કે રવિવારે મોડી સાંજે ફરીથી વરસાદ શરૂ થઈ જતાં રાજકોટના તમામ અર્વાચીન દાંડિયા બંધ રાખવામાં આવ્યા, પણ સાથોસાથ પ્રાચીન ગરબીઓ પણ બંધ રાખવામાં આવી. પણ રાજકોટના દોઢસો ફીટ રિન્ગ રોડ પર આવેલા સૂર્યમુખી હનુમાન ગરબી મંડળની બાળાઓએ વરસતા વરસાદ સાથે છત્રી હાથમાં પકડીને ગરબા લીધા અને માતાજીની આરાધના કરી.

વરસાદ ચાલુ હોવાથી માઇક અને લાઉડસ્પીકર પણ બંધ રાખી માત્ર ગાઈને ગરબાઓ કરાવવામાં આવ્યા, પણ બાળાઓએ એમાં પણ હોંશભેર ભાગ લીધો અને રાતે અગિયાર વાગ્યા સુધી તેમણે તો ગરબા લીધા પણ તેમના પેરન્ટ્સને પણ વરસતા વરસાદ વચ્ચે ત્યાં બેસાડી રાખ્યા.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2019 09:39 AM IST | રાજકોટ | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK