Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાફેલ ડીલઃCAGએ તૈયાર કર્યો 12 ચેપ્ટરનો રિપોર્ટ, આજે સંસદમાં થશે રજૂ

રાફેલ ડીલઃCAGએ તૈયાર કર્યો 12 ચેપ્ટરનો રિપોર્ટ, આજે સંસદમાં થશે રજૂ

12 February, 2019 08:12 AM IST | દિલ્હી

રાફેલ ડીલઃCAGએ તૈયાર કર્યો 12 ચેપ્ટરનો રિપોર્ટ, આજે સંસદમાં થશે રજૂ

કૅગનો રિપોર્ટ આજે થશે રજૂ

કૅગનો રિપોર્ટ આજે થશે રજૂ


બહુચર્ચિત રાફેલ ફાઈટર જેટ સોદા મામલે કેગે તૈયાર કરેલો ઓડિટ રિપોર્ટ આજે સંસદમાં રજૂ થશે. કેન્દ્ર સરકાર આજે સંસદમાં આ રિપોર્ટ રજૂ કરશે. આજે લોકસભાના બજેટ સત્રનો અંતિમ દિવસ છે. તો એપ્રિલ-મેમાં થનારી ચૂંટમી પહેલા લોકસભાનો આ છેલ્લો દિવસ છે. કોંગ્રેસે હાલની સરકાર પર રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ત્યારે કેગનો રિપોર્ટ સરકારના પક્ષમાં આવે તો એનડીએની સરકારને ક્લીનચીટ મળી શકે છે.

રાષ્ટ્રપતિ અને નાણા મંત્રાલયને મોકલાયો રિપોર્ટ



મોદી સરકારે ફ્રાંસની કંપની દસોલ્ટના 36 રાફેલ ફાઈટર જેટ ખરીદ્યા છે. તેની કિંમત અને અન્ય શરતોને લઈ કોંગ્રેસ પીએમ મોદી પર સતત નિશાન તાકતી રહ છે. તો બીજી તરફ મોદી સરકાર આ મામલે સતત કોંગ્રેસને જવાબ આપી રહી છે. હવે કેગના રિપોર્ટથી સ્થિતિ બદલાઈ રહે છે. કેગ પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ અને નાણા મંત્રાલયને મોકલી ચૂક્યુ છે.


મળતી માહિતી અનુસાર કેગે રાફેલ ડીલ પર 12 ચેપ્ટર લાંબો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો છે. એક અઠવાડિયા પહેલા રક્ષા મંત્રાલયે રાફેલ ડીલ પર વિસ્તૃત જવાબ અને સંબંધિત રિપોર્ટ કૅને સોંપ્યા હતા. જેમાં ખરીદીની પ્રક્રિયાની માહિતી અને 36 રાફેલ ડીલની કિંમત તેમાં જણાવાઈ હતી.

આ પણ વાંચોઃ રાફેલ ડીલઃ નિર્મલા સીતારમનની સ્પષ્ટતા, કહ્યું,'છાપાના સમાચાર જૂઠ્ઠા'


સુપ્રીમ કોર્ટે પણ ફગાવ્યા હતા આરોપો

રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ચૂક્યો છે, પરંતુ સુપ્રીમ કોર્ટને પણ આરોપોમાં તથ્ય નહોતું લાગ્યું. જો કે તેમ છતાંય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સંસદ અને સંસદ બહાર રાફેલ મામલે પીએમ મોદી પર અનિલ અંબાણીને ફાયદો કરાવ્યો હોવાના આરોપ લગાવી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2019 08:12 AM IST | દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK