મોટાભાઈએ કહ્યું PUBGના રમીશ, તો નાના ભાઈએ કરી દીધી હત્યા

Published: Jun 30, 2019, 19:26 IST | થાણે

મોબાઈલ ગેમ PUBGના કારણે વધુ એક મોતની ઘટના સામે આવી છે. PUBGના કારણે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટનાનો ખુલાસો થયો છે.

મોબાઈલ ગેમ PUBGના કારણે વધુ એક મોતની ઘટના સામે આવી છે. PUBGના કારણે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટનાનો ખુલાસો થયો છે. ઘટના મહારાષ્ટરના થાણે જિલ્લાની છે, જ્યાં 19 વર્ષના સગીર યુવકની પબજીના કારણે હત્યા થઈ ગઈ. મળતી માહિતી પ્રમાણે ભિવંડીમાં 15 વર્ષના બાળકે પોતાના નાના ભાઈને પબજી રમતા રોક્યો હતો, એટલે નાના ભાઈએ મોટા ભાઈને યમલોક પહોંચાડી દીધો.

સ્થાનિક સીનિયર પોલીસ ઈન્સપેક્ટર મમતા ડિસોઝાના કહેવા પ્રમાણે 19 વર્ષના મોહમ્મદ શેખે શનિવારે પોતાના નાનાભાઈને મોબાઈલ ગેમ ન રમવા કહ્યું હતુ. મળતી માહિતી પ્રમાણે મોહમ્મદ શેખે પોતાના નાના ભાઈને પબજી રમવાની ના પાડી હતી. અધિકારીઓના કહેવા પ્રમાણે મોટા ભાઈે ના પાડતા નાના ભાઈે તેનું માથુ દીવાલમાં પછાડ્યું અને કાતરથી તેના પર હુમલો કરી દીધો.

બાદમાં ઈજાગ્રસ્ત મોહમ્મદ શેખને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. પરંતુ સારવાર મળે તે પહેલા જ મોહમ્મદ શેખનું મોત થયું. ઈન્સ્પેક્ટર મમતા ડિસોઝાના કહેવા પ્રમામે આ કેસમાં IPCની કલ 302 હેઠળ આ કેસમાં ગુનો નોંધવામાં આવ્યા.

આ પણ વાંચોઃ PUBGના કારણે મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ છે ચોંકાવનારું

હજી કેટલાક દિવસો પહેલા જ અમદાવાદમાં પણ પબજીને કારણે આત્મહત્યાની ઘટના સામે આવી હતી. અમદાવાદમાં એક મહિલાએ પોતાના પતિને પબજી રમવાની ના પાડી, તો પતિએ મહિલાને માર માર્યો હતો. આખરે કંટાળીને આ મહિલાએ આપઘાતનો જ પ્રયાસ કરી લીધો. અમદાવાદના આ યુગલના જીવનને જ વેર વિખેર કરી દીધું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK