Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મોદી બાદ હવે પ્રિયંકા ગાંધીના ફોટાવાળી સાડી

મોદી બાદ હવે પ્રિયંકા ગાંધીના ફોટાવાળી સાડી

21 February, 2019 09:43 AM IST |
દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

મોદી બાદ હવે પ્રિયંકા ગાંધીના ફોટાવાળી સાડી

આ છે પ્રિયંકા પ્રિન્ટ સાડી

આ છે પ્રિયંકા પ્રિન્ટ સાડી


જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. તો નવા ટ્રેન્ડ પ્રમાણે રાજકીય નેતાઓના ફોટોવાળી એસેસરીઝ અને કપડાથી પણ બજાર ઉભરાઈ રહ્યા છે. હજી કેટલાક દિવસો પહેલા જ નરેન્દ્ર મોદીના ફોટાવાળી સાડી, બિલ સહિતની ચીજવસ્તુઓના ફોટોઝ વાઈરલ થયા હતા.

તો હવે કોંગ્રેસના નેતાઓ પણ આ મામલે પાછળ નથી રહ્યા. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના ગુજરાત આગમન પહેલા રાજ્યમાં પ્રિયંકા ગાંધીના ફોટોવાળી સાડી ચર્ચાનું કેન્દ્ર બની છે. પ્રિયંકા પ્રિન્ટ સાડી માર્કેટમાં વેચાઈ રહી છે. 500 રૂપિયાની કિંમતની આ સાડીમાં પ્રિયંકા ગાંધીના જુદા જુદા પોઝવાળા ફોટોઝ છપાયા છે.



ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીએ અડાલજમાં કોંગ્રેસની જનસંકલ્પ રેલી યોજાશે, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહનસિંહ સહિત પ્રિયંકા ગાંધી પણ હાજરી આપવાના છે. ત્યારે કોંગ્રેસ તરફથી રેલીમાં હાજર રહેનાર બહેનોને પ્રિયંકા પ્રિન્ટ સાડી પહેરી આવવા અપીલ કરાઈ છે.


આ પણ વાંચોઃ સુરતઃબિલ પછી હવે સાડી પર પણ નરેન્દ્ર મોદી

મોદી પ્રિન્ટ સાડીની પણ બોલબાલા


લોકસભાનું ઇલેક્શન નજીક આવે છે ત્યારે આખી ઇન્ડસ્ટ્રી જાણે કે મોદી રંગમાં રંગાઈ ગઈ હોય એ પ્રકારે વર્તી રહી છે. આ નમો સાડી હજી તૈયાર થઈ છે. હવે એના ઑર્ડર લેવામાં આવશે અને એ પછી એની સપ્લાય શરૂ કરવામાં આવશે. સુરતની રીટેલ માર્કેટમાં આ નમો સાડીની ત્રણેત્રણ પૅટર્ન મળવા માંડી છે. આ સાડીની હોલસેલ પ્રાઇઝ ૨૦૦થી ૩૫૦ રૂપિયાની છે.

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2019 09:43 AM IST | | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK