વડા પ્રધાન મોદીનું વિમાન બનશે એન્ટિ મિસાઇલ સિસ્ટમથી સજ્જ

Published: Oct 07, 2019, 10:51 IST | નવી દિલ્હી

ખાસ ઍરોપ્લેનનો વડા પ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુ દ્વારા ઉપયોગ કરવામાં આવશે. હાલ તેઓ ઍર ઇન્ડિયાના બોઇન્ગ બી ૭૪૭ વિમાનનો ઉપયોગ કરે છે

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી

હવે વડા પ્રધાન મોદીનું વિમાન પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના વિમાનની જેમ મિસાઈલ હુમલાને નિષ્ફળ કરનારું હશે. પીએમ મોદી માટે લાંબા અંતરના બે બોઈન્ગ ૭૭૭ વિમાન ‘ઍર ઇન્ડિયા વન’ જૂન ૨૦૨૦ સુધીમાં ભારત આવશે. આ વિમાન એન્ટિ મિસાઈલ ટેકનૉલૉજીથી સજ્જ હશે. આ વિમાનમાં તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

આ ખાસ ઍરોપ્લેનનો વડા પ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુ દ્વારા ઉપયોગ કરવામાં આવશે. હાલ તેઓ ઍર ઇન્ડિયાના બોઇન્ગ બી ૭૪૭ વિમાનનો ઉપયોગ કરે છે. દક્ષિણ બ્લૉકના અધિકારીઓ અનુસાર ડલાસમાં બોઇન્ગ સુવિધામાં બનાવવામાં આવી રહેલાં બે વિમાન સુરક્ષા મામલે અમેરિકી રાષ્ટ્રપતિની વાયુસેનાના વિમાન બરાબર હશે. આ વિમાન ઇંધણ ભરવા માટે વચ્ચે રોકાયા વગર અમેરિકા અને ભારત વચ્ચે ઉડાન ભરી શકે છે.આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકા આ વિમાન માટે બે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ વેચવા પર સહમત થયું હતું. એન્ટિ મિસાઈલ ટેકનૉલૉજીને ઍર ઇન્ડિયા વનમાં લગાવવા માટે લગભગ ૧૯ કરોડ ડૉલરની ડીલ થઈ હતી.

આ પણ જુઓઃ જુઓ કેટરિના કૈફ જેવી દેખાય છે આ બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ

ભારત સરકારે વીવીઆઇપી સુરક્ષા માટે ઍર ઈન્ડિયા વનને મંજૂરી આપી દીધી હતી. બે દાયકાથી વીવીઆઇપી લોકોની સેવા કરી રહેલા ઍર ઇન્ડિયાના બોઇન્ગ ૭૪૭ જમ્બો જેટનું સ્થાન હવે ‘ઍર ઇન્ડિયા વન’એ લીધું છે. ખાસ પ્રકારના મેટલથી બનેલા આ વિમાનમાં તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.એન્ટિ મિસાઈલ તકનિક મોટા વિમાનોને સુરક્ષા કવચ પૂરું પાડશે, આ સિસ્ટમ સ્થાપિત થયા બાદ ક્રૂ વૉર્નિંગનો સમયગાળો વધારશે. તે પાઇલટને અલર્ટ કરશે કે એક મિસાઈલ ડિટેક્ટ થઈ છે અને સિસ્ટમ તેને ત્યાં જ જૅમ કરી દેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK