સઉદી અરબની યાત્રામાં PM મોદી FII સમિટમાં લેશે ભાગ...

Published: Oct 29, 2019, 08:47 IST | મુંબઈ ડેસ્ક

સઉદી અરબની યાત્રા પ રવાના થતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે રણનૈતિક ભાગીદારી પરિષદની સ્થાપના બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધારે ગહન અને ઊંડા બનાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મોડી સાંજે સઉદી અરબની દ્વિદિવસીય યાત્રા માટે રવાના થયા છે. તે રિયાદમાં સઉદી અરબના રાજા સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સઉદ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને ફ્યૂચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ (FII) ફોરમના ત્રીજા સત્રમાં ભાગ લેશે. સઉદી અરબની યાત્રા પ રવાના થતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે રણનૈતિક ભાગીદારી પરિષદની સ્થાપના બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધારે ગહન અને ઊંડા બનાવશે.

બાદશાહ સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ-સઉદના આમંત્રણ પર વડાપ્રધાન સઉદી જઈ રહ્યા છે. બાદશાહે તેમને રિયાદમાં આયોજિત ત્રીજા ફ્યૂચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ ફોરમના પૂર્ણ અધિવેશેનમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે. મંગળવારે વડાપ્રધાન સઉદી અરબના બાદશાહ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

જતાં પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "હું ક્રાઉન પ્રિન્સ મુહમ્મદ બિન સલમાન સાથે પણ મુલાકાત કરીશ અને ઘણાં મુદ્દાઓ પર દ્વિપક્ષીય સહયોગ સાથે જ ક્ષેત્રીય અને એકબીજાના હિત માટે વૈશ્વિક મુદ્દે વાતચીત કરીશ."

દ્વિદિવસીય યાત્રા દરમિયાન પીએમ મોદી તેલ, ગેસ નાગરિક ઉડ્ડયન અને નવીકરણીય ઉર્જા સહિત વિભિન્ન મુદ્દે સંબંધો મજબૂત કરવા માટે લગભગ ડઝન જેટલા મહત્વના સોદા પર સહી કરી શકે છે.

પીએમ મોદીની સઉદી પ્રિન્સ સાથે થશે વાતચીત
પીએમ મોદીની ત્યાં સઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય ચર્ચા થશે, જેનો અજેન્ડા મુખ્યત્વે આર્થિક હિત સાથે જોડાયેલો રહેશે. આંતરરાષ્ટ્રીય નિવેશ સમ્મેલનમાં ઇમરાન પણ હાજરી આપશે. ફોરમમાં પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન પણ જોડાશે, પણ ભારત કે પાકિસ્તાનના હાલના સંબંધોની સ્થિતિ જોતાં આ બાબતની આશા ઓછી છે કે બન્ને નેતાઓની દ્વિપક્ષીય મુલાકાત થાય. આ કોન્ફરેન્સમાં અમેરિકાના ટ્રેજેરી મંત્રી સ્ટીવન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર તેમજ જમાઈ જે. કુશ્નર પણ ભાગ લેશે.

ભારત અને સઉદી વચ્ચે મિત્રતાના સંબંધો
ભારત અને સઉદી વચ્ચે પારંપરિક રીતે મિત્રતાના સંબંધો છે. સઉદી અરબ, ભારતની ઉર્જા જરૂરિયાતોનો સૌથી મોટો અને વિશ્વસનીય આપૂર્તિકર્તા છે. ફેબ્રુઆરી 2019માં નવી દિલ્હી યાત્રા દરમિયાન ક્રાઉન પ્રિન્સે ભારતમાં પ્રાથમિકતાના ક્ષેત્રે 100 અરબ ડૉલરથી વધુ રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. વડાપ્રધાને કહ્યું કે રક્ષા, સુરક્ષા, વેપાર, સંસ્કૃતિ, શિક્ષણ અને લોકોનો લોકો સાથેનો સંપર્ક દ્વિપક્ષીય સહયોગના અન્ય મહત્વના ક્ષેત્રો છે.

આ પણ વાંચો : વિરુષ્કા, ઝહીર-સાગરિકા, હરભજન-ગીતા હાજર રહ્યા બિગબીની દિવાળી પાર્ટીમાં...

પીએમ મોદી નવેમ્બરમાં બે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સમ્મેલનોમાં ભાગ લેવા માટે વિદેશ જશે. રિયાદ પછી મોદીને બેન્કૉકમાં આયોજિત આસિયાન સમિટમાં ભાગ લેવાનો છે. અહીં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત તમામ દિગ્ગજ દેશોના પ્રમુખોના આવવાની શક્યતા છે. તેના પછી બ્રાઝીલની રાજધાની બ્રાઝીલિયામાં આયોજિત થનારા બ્રિક્સ દેશોના રાષ્ટ્ર પ્રમુખોની બેઠકમાં પણ પીએમ મોદી જોડાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK