Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણી 2019: PM મોદી, CM રૂપાણી સહિતના મહાનુભાવોએ આપ્યો વોટ

ચૂંટણી 2019: PM મોદી, CM રૂપાણી સહિતના મહાનુભાવોએ આપ્યો વોટ

23 April, 2019 09:58 AM IST | અમદાવાદ

ચૂંટણી 2019: PM મોદી, CM રૂપાણી સહિતના મહાનુભાવોએ આપ્યો વોટ

PM નરેન્દ્ર મોદીએ આપ્યો વોટ

PM નરેન્દ્ર મોદીએ આપ્યો વોટ


વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે. પીએમ મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન કર્યું. પીએમ મોદીએ સવારે રાયસણ ખાતે માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આશીર્વાદ લીધા બાદ પીએમ મોદીએ રાણીપમાં નિશાન સ્કૂલમાં મતદાન કર્યું. 




તો બીજી તરફ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સીએમ વિજય રૂપાણી વહેલી સવારે પત્ની અંજલી રૂપાણી સાથે પૂજા કરવા પહોંચ્યા હતા. બાદમાં પત્ની અંજલી રૂપાણી સાથે જ તેમણે મતદાન કર્યું. 


jayesh radadiya

કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. જયેશ રાદડિયાએ જામકંડોરણામાં મતદાન કર્યું. 

 

Shankarsinh vaghela

તો પૂર્વ મુખ્યપ્રધાન અને એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. 

 

તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ પત્ની સાથે વોટ આપવા પહોંચ્યા હતા. અમિત શાહે પત્ની સોનલ શાહ સાથે નારણપુરા સબ ઝોનલ ઓફિસ બૂથમાં વોટ આપ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

23 April, 2019 09:58 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK