73માં સ્વતંત્રતા પર્વ પર PMનું સંબોધન, કહ્યું સરદારનું સ્વપ્ન થયું પૂર્ણ

Updated: Aug 15, 2019, 08:50 IST | નવી દિલ્હી

73માં સ્વતંત્રતા પર્વ પર વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધન કર્યું. કહ્યું આર્ટિકલ 370 હટતા સરદાર પટેલનું સ્વપ્ન થયું.

73માં સ્વતંત્રતા પર્વ પર PMનું સંબોધન
73માં સ્વતંત્રતા પર્વ પર PMનું સંબોધન

દેશ આજે 73મું સ્વતંત્રતા પર્વ મનાવી રહ્યું છે. દરેક જગ્યાએ આઝાદીનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વાર ફરી લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો. અને દેશને લાલ કિલ્લા પરથી સંબોધિત કર્યો.

વડાપ્રધાનના ભાષણના અંશો..

રોજબરોજની જિંદગીમાં સરકારી દખલ ઓછી થાય- PM મોદી

ન સરકારનો અભાવ હોય, ન અભાવ થાય.

ભ્રષ્ટાચાર ઉધઈની જેમ જીવનમાં ઘુસી ગયો છે.

વસ્તીને જાગૃત અને સ્વસ્થ રાખવું જરૂરી.

નાનો પરિવાર રાખવાની જરૂર.

વિકાસ સાથે શાંતિ જરૂરી છે.

આપણે લાંબી છલાંગો મારવી પડશે, ભારતને વિશ્વ સ્તર પર લાવવા માટે કામ કરવું પડશે.

અમારી સરકારે 1450 કાયદા ખતમ કર્યા, દરેક વેપારને સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યા.

સામાન્ય લોકોનું સપનું સામાન્ય વ્યવસ્થાનું.

વ્યવસ્થા ચલાવનારા લોકોના દિલ અને દિમાગમાં પરિવર્તન જરૂરી.

ઈમાનદારી, પારદર્શિતા પર બળ આપવામાં આવ્યું.

સરકારે 10 અઠવાડિયાઓમાં જ મોટા નિર્ણયો લીધા.

જળ જીવન મિશન પર સાડા ત્રણ લાખ કરોડનો ખર્ચ થશે.

જળ જીવન મિશન લઈને આગળ વધીશું.

370, 35એની વકીલાત કરનારાઓને તેમને સ્થાયી કેમ ન બનાવ્યો?

આતંકવાદ સામે લડવાનો મજબૂત સંકલ્પ.

આ 2 ઓક્ટોબરે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત બનાવીએ.

જમ્મૂ કશ્મીર, લદ્દાખના લોકોને નવી પાંખો મળી.

જમ્મૂ કશ્મીરમાં મહિલાઓને અધિકારી મળવા જોઈએ.

જો 70 વર્ષમાં ન કરી શક્યા તે અમે 70 દિવસોમાં કર્યું.

સતી પ્રથાને ખતમ કરી શકો છો તો ત્રણ તલાક કેમ નહીં.

આજે સામાન્ય નાગરિકનો સ્વર, દેશ બદલી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK