Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પેઇનકિલરનું પ્લાસ્ટિક રૅપર મહિલાના ગળામાં 17 દિવસ સુધી ભરાઈ રહ્યું

પેઇનકિલરનું પ્લાસ્ટિક રૅપર મહિલાના ગળામાં 17 દિવસ સુધી ભરાઈ રહ્યું

26 January, 2019 11:31 AM IST |

પેઇનકિલરનું પ્લાસ્ટિક રૅપર મહિલાના ગળામાં 17 દિવસ સુધી ભરાઈ રહ્યું

17 દિવસ સુધી પેઈન કિલરનું રેપર ભરાઈ રહ્યું ગળામાં.

17 દિવસ સુધી પેઈન કિલરનું રેપર ભરાઈ રહ્યું ગળામાં.


એક તરફ ખૂબ બૉડીપેઇન થતું હોય, રાતનું અંધારું હોય અને તમે થાકીને ઊંઘમાં હો ત્યારે પેઇનકિલર લેતી વખતે ધ્યાન રાખવું જોઈએ; નહીંતર ગરબડ થઈ શકે છે. આયરલૅન્ડમાં રહેતી લગભગ ૪૦ વર્ષની એક મહિલાએ અડધી રાતે ઊંઘમાંથી ઊઠીને પેઇનકિલર લીધી ત્યારે ભૂલમાં એનું રૅપર કાઢવાને બદલે એ પ્લાસ્ટિક પેપર સાથે જ ગળી ગઈ. ઊંઘમાં તેને એ વખતે ખબર પણ ન પડી. જોકે સવારે ઊઠી ત્યારે તેને ગળામાં કંઈક ખૂંચતું હોય એવું લાગ્યું. તે બીજું કશું ગળી પણ શકતી નહોતી એટલે તરત દવાખાને બતાવવા ગઈ. કાન, નાક અને ગળાના ડૉક્ટરે બાહ્ય તપાસ કરી. તેમણે જોયું કે તે પાણી અને લિક્વિડ આરામથી પી શકે છે અને શ્વાસ લેવામાં પણ વાંધો નથી અને ગરદન હલાવી પણ શકે છે. તેણે છાતીનો એક્સ-રે કઢાવ્યો એ પણ સ્પષ્ટ હતો એટલે તેને પાછી ઘરે મોકલી દેવામાં આવી. ત્રણ દિવસ પછી તે ફરી હૉસ્પિટલમાં ગઈ. ડૉક્ટરે તેને કંઈ નથી થયું એમ કહીને પાછી મોકલી. ફરીથી ચાર દિવસ પછીયે લક્ષણો ન શમ્યાં એટલે તે હૉસ્પિટલમાં ગઈ. આ વખતે તેને પેઇનકિલર અને સ્ટેરૉઇડ્સ આપીને બે દિવસ હૉસ્પિટલાઇઝ કરવામાં આવી. જોકે ઘરે આવીને ફરીથી એનું એ જ થઈ ગયું.

આ પણ વાંચો : 10વર્ષના આ છોકરાની જમણી કિડની પેટમાં નહીં, જાંઘમાં છે



ટોટલ 17 દિવસ પછી પણ તેનાં લક્ષણો મટવાનું નામ ન લેતાં હોવાથી ડૉક્ટરોએ તેના ગળામાં કૅમેરા નાખીને ગળાની પાછળની બાજુ તપાસી તો ખબર પડી કે તેના ગળામાં રૅપર સાથેની પેઇનકિલર ફસાયેલી પડી છે. ડૉક્ટરોએ ચીપિયા વડે એ ખેંચી કાઢી હતી અને આખરે મહિલાને રાહત થઈ.


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2019 11:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK