હે રામ...જય શ્રીરામ નહીં બોલતાં મદરેસાનાં બાળકોને ફટકાર્યાં

Published: Jul 13, 2019, 18:17 IST | ઉન્નાવ

હુમલો કરનારા લોકો બજરંગ દળના હોવાનો મદરેસાનો આરોપ

ઉન્નાવમાં એક મદરેસાનાં બાળકોને જય શ્રીરામ નહીં બોલતા તેમની મારપીટ કરવામાં આવી છે. આ ઘટનામાં અનેક બાળકો ઘવાયાં છે. મદરેસાના લોકોએ આક્ષેપ કર્યો છે કે હુમલો કરનારા બજરંગ દળના લોકો હતા. હુમલાખારોએ કેટલાંક બાળકોની સાઇકલો પણ તોડી નાખી છે. હાલ આ મામલે એફઆઇઆર દાખલ કરવામાં આવી રહી છે. પોલીસે ત્રણ ઘાયલ બાળકોની મેડિકલ તપાસ કરાવી છે અને ફેસબુક પ્રોફાઇલ મારફતે આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી છે અને પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.

અગાઉ ઉત્તર પ્રદેશના કાનપુરના બર્રા વિસ્તારમાં એક મુસ્લિમ કિશોર સાથે મારઝૂડની ઘટના સામે આવી હતી. કિશોરે આક્ષેપ કર્યો છે કે, તેણે ટોપી પહેરેલી હતી અને લોકોએ તેને જય શ્રીરામના નારા લગાવવા જણાવ્યું હતું. બર્રામાં વસવાટ કરનાર તાજ(૧૬) શુક્રવારે કિદવઇ નગર સ્થિત મસ્જિદમાંથી નમાજ પઢીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ત્રણ-ચાર અજાણ્યા બાઇકસવાર લોકોએ તેને રોક્યો હતો અને તેણે પહેરેલી ટોપીનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

ઝારખંડમાં મોટરસાઇકલ ચોરીની શંકામાં તબરેઝ નામના યુવકને બાંધીને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. સાથે બળજબરીપૂર્વક જય શ્રીરામ અને જય હનુમાનના નારા પણ લગાવડાવ્યા હતા. ટોળાએ માર મારીને તબરેઝને પોલીસને સોંપી દીધો હતો. પોલીસ કસ્ટડીમાં જ ઘાયલ તબરેઝનું મોત થયું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK