Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 27 ડૉગી પાળ્યા આ બહેને અને દરેકને આપ્યું સેલિબ્રિટી જેવું નામ

27 ડૉગી પાળ્યા આ બહેને અને દરેકને આપ્યું સેલિબ્રિટી જેવું નામ

04 October, 2019 10:27 AM IST | ઇંગ્લૅન્ડ

27 ડૉગી પાળ્યા આ બહેને અને દરેકને આપ્યું સેલિબ્રિટી જેવું નામ

આ બહેને પાળ્યા 27 ડૉગી

આ બહેને પાળ્યા 27 ડૉગી


પ્રાણીપ્રેમી લોકો અબોલ જીવને બચાવવા માટે પોતાની ‌જીવનશૈલી જ નહીં, આખું જીવન બદલી નાખવા તૈયાર થઈ જતા હોય છે. ઇંગ્લૅન્ડમાં રહેતાં ૪૮ વર્ષનાં ક્લેર-લુઇસ નિક્સન એનું અવ્વલ ઉદાહરણ છે. ક્લેરને આમ કંઈ બહુબધા પ્રાણીઓ પાળવાનો શોખ નથી, પરંતુ જ્યારે પાળેલાં પ્રાણીઓને તરછોડી દેવાયાં હોય ત્યારે તેનું દિલ દ્રવી જાય છે. એમાંય જ્યારે કોઈ ડૉગી બહુ માંદુ પડે, હાથ-પગને એવી ઇન્જરી થાય કે તે હાલી-ચાલી ન શકે ત્યારે માલિકો ડૉગીને શેલ્ટરહોમમાં છોડી દેતા હોય છે. શેલ્ટર-હોમમાં આવાં ડૉગીઝની જરૂરિયાતો પર પૂરતું ધ્યાન નથી અપાતું.

27-dogs



ક્લેરે એવાં ડિસેબલ ડૉગીઝને પોતાના ઘરે પાળ્યાં છે જે બીજું કોઈ રાખવાં તૈયાર નથી. આવાં ડૉગીઝની સંખ્યા છે ૨૭ની. ક્લેરે આ દરેક ડૉગીને દવાઓ આપવાની, ફિઝિયોથેરપી આપવાની, નકલી પ્રોસ્થેટિક કે વ્હીલવાળા પગ લગાવવાની જેવી વ્યવસ્થાઓ કરી છે. કેટલાક ડૉગીને તો રોજ ડાઇપર પહેરાવી રાખવા પડે છે અને દિવસમાં ત્રણ-ત્રણ વાર દવાઓ આપવાની હોય છે. આ બધું જ ક્લેર, તેનો હસબન્ડ અને દીકરી ત્રણેય સાથે મળીને કરે છે. સવારે છ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી તેમની સરભરામાં જ રહેવું પડે છે પણ ક્લેરબહેન એમાં જ ખુશ છે.


આ પણ વાંચો : જન્મેલી દીકરી એક જ કલાકમાં મૃત્યુ પામી, માએ કર્યુ આ કામ

એટલું જ નહીં, તેણે બધા ડૉગીઝને સ્પેશ્યલ ફીલ કરાવવા માટે ખાસ સેલિબ્રિટી જેવું નામકરણ કર્યું છે. ક્લેરનું કહેવું છે કે કદાચ નામથી તેમને સ્પેશ્યલ નહીં લાગતું હોય, પણ આ બધા મારા માટે બહુ સ્પેશ્યલ છે. ક્લેરની કાળજીને કારણે હવે માંદલા અને મરવા પડેલા ડૉગીઓ પણ હવે હૅપી અને હેલ્ધી લાઇફ જીવતા થઈ ગયા છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2019 10:27 AM IST | ઇંગ્લૅન્ડ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK