આ રેસ્ટોરાંમાં જમતી વખતે સ્માર્ટફોન લૉકરમાં મૂકી દેશો તો પીત્ઝા ફ્રી મળશે

Updated: Jun 14, 2019, 10:32 IST | અમેરિકા

અમેરિકાના કૅલિફૉર્નિયાની એક રેસ્ટોરાંએ લોકોને ‌લંચ કે ડિનર ટેબલ પર બેઠાં-બેઠાં વાતચીતો કરવા પ્રેરવા માટે અનોખી સ્કીમ બહાર પાડી છે.

સ્માર્ટફોન લૉકરમાં મૂકી દેશો તો પીત્ઝા ફ્રી મળશે
સ્માર્ટફોન લૉકરમાં મૂકી દેશો તો પીત્ઝા ફ્રી મળશે

આજકાલ લોકો બહાર જમવા જાય ત્યારે પણ ટેબલ પર બેઠાં-બેઠાં પોતપોતાના મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોય છે. અમેરિકાના કૅલિફૉર્નિયાની એક રેસ્ટોરાંએ લોકોને ‌લંચ કે ડિનર ટેબલ પર બેઠાં-બેઠાં વાતચીતો કરવા પ્રેરવા માટે અનોખી સ્કીમ બહાર પાડી છે.

pizza-01

કંપનીનું કહેવું છે કે જો તમે રેસ્ટોરાંમાં આવો અને તમારો સ્માર્ટફોન લૉકરમાં મૂકીને ફૂડ એન્જૉય કરવાના હો તો તમને પીત્ઝા ફ્રી મળશે. આ માટે એકલી આવેલી વ્યક્તિ એલિજિબલ નથી. ઓછામાં ઓછા ચાર જણને ગ્રુપમાં આવેલા લોકોએ રેસ્ટોરાંના એન્ટ્રન્સ પર જ પોતાના સ્માર્ટફોન જમા કરાવીને લૉકરમાં મૂકી દેવા પડશે.

આ પણ વાંચો : દારૂના નશામાં ભાઈ ઘરની ચાવી જ ગળી ગયા

ગ્રુપના તમામ લોકો પાસે સ્માર્ટફોન હોવો મસ્ટ છે. લોકો નકલી સ્માર્ટફોન ન લાવીને મૂકી દે એ માટે દરેક નંબરની તપાસ પણ થશે. આટલા ગળણે ગળાયા પછી જો તમે ‌લંચ કે ડિનરના એક કલાકના સમયમાં સ્માર્ટફોન વિના મિત્રો અને પરિજનો સાથે મસ્ત વાતો માણશો તો પીત્ઝા ફ્રીમાં મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK