દારૂના નશામાં ભાઈ ઘરની ચાવી જ ગળી ગયા

Published: Jun 14, 2019, 09:45 IST | ચીન

ચીનના ગુઆંગડોન્ગ ટાઉનમાં રહેતા ૨૬ વર્ષના ચેન્ગ નામના યુવક સાથે ગયા વીક-એન્ડ દરમ્યાન જબરો હાદસો થયો.

દારૂના નશામાં ભાઈ ઘરની ચાવી જ ગળી ગયા
દારૂના નશામાં ભાઈ ઘરની ચાવી જ ગળી ગયા

ચીનના ગુઆંગડોન્ગ ટાઉનમાં રહેતા ૨૬ વર્ષના ચેન્ગ નામના યુવક સાથે ગયા વીક-એન્ડ દરમ્યાન જબરો હાદસો થયો. ભાઈસાહેબ શુક્રવારની સાંજે દોસ્તો સાથે પાર્ટી કરવા ગયા અને દબાવીને દારૂ ઢીંચ્યો. માંડ-માંડ ઘરે પહોંચ્યા અને ઘરે જઈને લૉક ખોલવા માટે ખિસ્સામાંથી ઘરની ચાવી ફંફોસી. ખાસ્સી વાર શોધ્યા પછી ચાવી ન મળી એટલે તેમણે ફોન કરીને પરિવારજનોને ઉઠાડ્યા અને દરવાજો ખોલવાનું કહ્યું.

key-01

ઘરમાં જઈને પથારીમાં પડતાં જ તે ક્યાં પોઢી ગયો એની તેને પણ ખબર ન પડી. જોકે સવારે ઊઠ્યો અને દારૂની અસર ઓસરી ત્યારે તેને છાતીમાં તીવ્ર દુખાવો થવા માંડ્યો. તરત તે ડૉક્ટર પાસે ગયો. હાર્ટની તકલીફ તો નહોતી લાગતી એટલે ડૉક્ટરોએ ચેસ્ટનો એક્સ-રે કાઢ્યો તો ચોંકી જ ગયા.

ડૉક્ટરે પૂછ્યું કે ભાઈ તમારી કોઈ ચાવી ખોવાઈ છે? ચેન્ગને નવાઈ લાગી કે ગઈ કાલે રાતે ઘરે આવતી વખતે તેને ઘરની ચાવી નહોતી મળી એની આ ડૉક્ટરને કઈ રીતે ખબર પડી? ત્યારે ડૉક્ટરે એક્સ-રે બતાવીને કહ્યું કે લો, તમારી ચાવી આ રહી. અન્નનળીમાં વચ્ચે ફસાઈ ગયેલી ચાવી જોઈને ચેન્ગ પણ હેબતાઈ ગયો. તેને યાદ જ નથી કે પોતે ક્યારે ચાવી ગળી ગયો.

આ પણ વાંચો : બર્મુડા ટ્રાયેન્ગલમાં ફસાયેલો માછીમાર 11 દિવસ પેશાબ પીને જીવતો રહ્યો

ખેર, તે કઈ રીતે ગળી ગયો એ મહત્ત્વનું નહોતું પણ હવે એ કાઢવી કઈ રીતે એ મોટો કોયડો હતો. શરૂઆતમાં ડૉક્ટરોએ ગૅસ્ટ્રોસ્કોપ દ્વારા કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ આડી ચાવી ફસાઈ ગઈ. આખરે ડૉક્ટરોએ તેને જનરલ એનેસ્થેસિયા આપીને અંદરના સ્નાયુઓને શિથિલ કર્યા અને એન્ડોસ્કોપથી ચાવી ખેંચી કાઢી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK