Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કેરળના વૃદ્ધાશ્રમમાં 67 વર્ષના કાકાએ 65 વર્ષનાં કાકી સાથે લગ્ન કર્યાં

કેરળના વૃદ્ધાશ્રમમાં 67 વર્ષના કાકાએ 65 વર્ષનાં કાકી સાથે લગ્ન કર્યાં

31 December, 2019 10:07 AM IST | Thrissur

કેરળના વૃદ્ધાશ્રમમાં 67 વર્ષના કાકાએ 65 વર્ષનાં કાકી સાથે લગ્ન કર્યાં

67 વર્ષના કાકાએ 65 વર્ષનાં કાકી સાથે લગ્ન કર્યાં

67 વર્ષના કાકાએ 65 વર્ષનાં કાકી સાથે લગ્ન કર્યાં


પ્રેમને કોઈ ઉંમરનો બાધ નથી એની સાબિતી કેરળના વૃદ્ધાશ્રમમાં ઘટેલી આ ઘટના આપે છે. થ્રિસુર જિલ્લાના રામવાર્માપુરમમાં આવેલા એક વૃદ્ધાશ્રમમાં ૬૭ વર્ષની વય વટાવી ચૂકેલા કોચનિયન મેનન અને ૬૫ વર્ષનાં લક્ષ્મી અમ્મલે રંગેચંગે લગ્ન કરીને સહુને ચકિત કરી દીધાં હતાં. વાત એમ છે કે કોચનિયન અને લક્ષ્મી એકબીજાને છેલ્લાં ૩૦ વર્ષથી જાણે છે, પણ બે મહિના પહેલાં આ વૃદ્ધાશ્રમમાં ફરીથી ભેગા થઈ ગયા હતા. કોચનિયન એ મૂળે લક્ષ્મીના પતિના બહુ ખાસ મિત્ર હતા. જોકે ૨૧ વર્ષ પહેલાં લક્ષ્મીના પતિના મૃત્યુ બાદ તેમનો સંપર્ક છૂટી ગયો. લક્ષ્મી પોતાના પિયરિયાં સાથે રહેવા લાગ્યાં હતાં. ઉંમર થતાં બે વર્ષ પહેલાં તેઓ આ વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યા.

આ પણ વાંચો : જિંજરબ્રેડમાંથી બન્યું છે આ ક્રિસમસ ટાઉનઃ 2000 ઘર ખાઈ શકાય એવાં છે



બીજી તરફ કોચનિયન પણ બે મહિના પહેલાં આ જ વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા. આ સંયોગ પછી બન્ને વચ્ચે જૂની ઓળખાણ તાજી થઈ અને પ્રેમ પાંગર્યો. બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને વૃદ્ધાશ્રમના અધિકારીઓએ પણ એમાં સાથ આપ્યો. લગ્ન પછી પણ બન્ને અહીં વૃદ્ધાશ્રમમાં જ સાથે રહેવાનાં છે.


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2019 10:07 AM IST | Thrissur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK