Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જિંજરબ્રેડમાંથી બન્યું છે આ ક્રિસમસ ટાઉનઃ 2000 ઘર ખાઈ શકાય એવાં છે

જિંજરબ્રેડમાંથી બન્યું છે આ ક્રિસમસ ટાઉનઃ 2000 ઘર ખાઈ શકાય એવાં છે

31 December, 2019 10:02 AM IST | Norway

જિંજરબ્રેડમાંથી બન્યું છે આ ક્રિસમસ ટાઉનઃ 2000 ઘર ખાઈ શકાય એવાં છે

જિંજરબ્રેડ

જિંજરબ્રેડ


નૉર્વેના બર્જન શહેરમાં ક્રિસમસના તહેવાર દરમ્યાન શહેરની પ્રતિકૃતિ સમું જિંજરબ્રેડનું આખું શહેર બનાવવામાં આવ્યું છે. એમાં નાનાં ઘર, ટ્રેન, કાર, ચર્ચ, આંતરરાષ્ટ્રીય કક્ષાનાં બિલ્ડિંગ્સ, બોટ તેમ જ શહેરમાં આવેલું ફુટબૉલ સ્ટેડિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

ginger-bread-02



આ સ્થાપત્યો નર્સરી અને સ્કૂલના વિદ્યાર્થીઓ, સ્થાનિક વેપારીઓ તેમ જ કેટલાક સ્વયંસેવકોએ મળીને તૈયાર કર્યું છે. આમાં સૌથી સુંદર રીતે ઊભું કરવામાં આવેલું સ્થાપત્ય કદાચ આઇફલ ટાવર કે બિગબૅન છે. આ વખતે આ જિંજરબ્રેડ ટાઉનમાં લગભગ ૨૦૦૦ જેટલાં ટચૂકડાં ઘર છે અને ઓવરઑલ બધી જ ચીજોનું કુલ વજન ૯૫ ટન જેટલું છે.


આ પણ વાંચો : સ્વિસ સાયન્ટિસ્ટોએ બનાવી ચમકતી રેઇનબો ચૉકલેટ

મહત્વની અને જાણવા જેવી બાબત એ છે કે આ અહીં રચવામાં આવેલાં તમામ શિલ્પોનું અખબારમાં જાહેરાત આપીને લિલામ કરવામાં આવે છે, જે કોઈ પણ લઈ જઈ શકે છે. વેચાણથી મળેલા પૈસાનો ઉપયોગ બાળકોની ચૅરિટી માટે કરવામાં આવશે. ૧૯૯૧થી શરૂ થયેલી આ પ્રથા અત્યાર સુધી દર વર્ષે મનાવાય છે. દર વર્ષે આ જિંજરબ્રેડ સિટી તૈયાર કરવામાં આવે છે. આ જિંજરબ્રેડ સિટીથી માત્ર બાળકો માટે ચૅરિટીના પૈસા જ ઊભા નથી થતા, પરંતુ પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે આ જિંજર સિટી.


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2019 10:02 AM IST | Norway

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK