સાપ જોઈને ચિલ્લાઈ ઊઠી મહિલા, નજીક જઈને જોયું તો....

Published: Oct 05, 2019, 11:53 IST

ફાતિમા દાઉદ નામની એક મહિલાએ ફેસબુક પર એક તસવીર પોસ્ટ કરી છે જે ખાસ્સી વાઇરલ થઈ છે.

સાપ નીકળી મહિલાની ચોટલી
સાપ નીકળી મહિલાની ચોટલી

ફાતિમા દાઉદ નામની એક મહિલાએ ફેસબુક પર એક તસવીર પોસ્ટ કરી છે જે ખાસ્સી વાઇરલ થઈ છે. ફાતિમા એક પાર્કિંગ-પ્લૉટમાં ગઈ ત્યારે તેણે એક લાંબી, કાળી અને ચટાચટાપાળી ચીજ જોઈ. પહેલી નજરે તેને લાગ્યું કે આ તો સાપ છે. તરત જ તે એટલી જોરથી ચિલ્લાઈ ઊઠી કે નજીકમાં ઊભેલી એક બુઝુર્ગ મહિલા ભયથી છળી ઊઠી. સાપ, સાપની બૂમો પાડીને તે ઉછળકૂદ કરી રહી હતી અને તેને લાગતું હતું કે કદાચ સાપ તેની તરફ આવશે તો?

આ પણ વાંચો : પતિએ એકલાએ કરાવ્યું મૅટરનિટી ફોટોશૂટ, જાણો કેમ?

જોકે જે ફાતિમાને સાપ જેવું દેખાતું હતું એની નજીક જઈને પેલી વૃદ્ધ મહિલાએ જોયું તો એ કોઈ મહિલાની નકલી ચોટલી હતી. કોઈ વ્યક્તિ આટલી લાંબી નકલી ચોટલી લગાવે ખરું? અને લગાવે તો આમ પાર્કિંગમાં છોડી જાય?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK