પતિએ એકલાએ કરાવ્યું મૅટરનિટી ફોટોશૂટ, જાણો કેમ?

Published: Oct 05, 2019, 11:44 IST | કેન્ટુકી

ખાસ કરીને પહેલું બાળક અવતરવાનું હોય ત્યારે નવા બનનારા મમ્મી-પપ્પાઓમાં ઘણો ઉત્સાહ હોય છે. આવાં યુગલોમાં આજકાલ મૅટરનિટી ફોટોશૂટનો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે.

પતિએ કરાવ્યું મૅટરનિટી ફોટોશૂટ
પતિએ કરાવ્યું મૅટરનિટી ફોટોશૂટ

ખાસ કરીને પહેલું બાળક અવતરવાનું હોય ત્યારે નવા બનનારા મમ્મી-પપ્પાઓમાં ઘણો ઉત્સાહ હોય છે. આવાં યુગલોમાં આજકાલ મૅટરનિટી ફોટોશૂટનો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે. કેન્ટુકીમાં રહેતા એક કપલે કરાવેલું મૅટરનિટી ફૉટોશૂટની તસવીરો વાઇરલ થઈ છે. એનું કારણ છે કે એમાં યુગલ નહીં માત્ર પતિ એકલો જ છે. વાત એમ છે કે જૅરેડ બ્રુઅર નામના ભાઈની પત્નીને પ્રેગ્નન્સી દરમ્યાન ડૉક્ટરે કમ્પ્લીટ બેડરેસ્ટ કરવાનું કહ્યું હતું. જો સહેજ પણ એ વાતને હળવાશથી લેવામાં આવે તો પ્રેગ્નન્સીમાં જોખમ ઊભું થઈ શકે એમ હતું. બીજી તરફ યુગલનો મૅટરનિટી ફોટોશૂટ કરવાનો અભરખો અધૂરો રહી ગયેલો. એ પૂરો કરવા માટે જૅરેડે એક નુસખો અજમાવ્યો. ભાઈસાહેબને આમેય ફાંદ જેવું નીકળી આવેલું હતું જ એટલે તેણે એ ફાંદને જાણે પ્રેગ્નન્ટ પત્નીનું પેટ હોય એમ રજૂ કરીને જાતજાતના પોઝમાં તસવીરો પડાવી હતી.

આ પણ વાંચો : ટૉઇલેટ પેપરના વેડિંગ ડ્રેસની સ્પર્ધા

ઝરણાંમાં ઘૂંટણસમાણા પાણીમાં ઊભા રહીને તેણે જાણે ખરેખર જ પોતાના પેટમાં બાળક હોય એવી અદાથી તસવીરો પડાવી હતી. એ વખતે તો તેમણે એ ફોટો પડાવીને જાતે જ ખુશ થઈ લીધું, પણ જ્યારે ગયા અઠવાડિયે તેમને એક સ્વસ્થ બાળકનો જન્મ થયો એ પછીથી જૅરેડે પોતાની આ અળવીતરી તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. આ ફોટોશૂટ જોઈને તેની પત્ની કેલ્સી પણ ખૂબ ખુશ થઈ ગઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK