આ યુવક 48 દિવસ સાઇકલ ચલાવીને સ્કૉટલૅન્ડથી ગ્રીસ પહોંચ્યો

Updated: Jul 16, 2020, 09:37 IST | Gujarati Mid-day Correspondent | Scotland

લૉકડાઉનના દિવસોમાં માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાંથી લોકો જે હાથવગું સાધન મળે એ લઈને પોતપોતાના ઘરે જવા નીકળી પડ્યા હતા. ફ્લાઇટ્સ કૅન્સલ થતાં કેટલાક લોકો લાંબા અંતરનું ટ્રાવેલિંગ કાં તો પગપાળા અથવા તો સાઇકલ પર નીકળી પડ્યા હતા.

સાઇકલ ચલાવીને સ્કૉટલૅન્ડથી ગ્રીસ પહોંચ્યો આ યુવક
સાઇકલ ચલાવીને સ્કૉટલૅન્ડથી ગ્રીસ પહોંચ્યો આ યુવક

લૉકડાઉનના દિવસોમાં માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાંથી લોકો જે હાથવગું સાધન મળે એ લઈને પોતપોતાના ઘરે જવા નીકળી પડ્યા હતા. ફ્લાઇટ્સ કૅન્સલ થતાં કેટલાક લોકો લાંબા અંતરનું ટ્રાવેલિંગ કાં તો પગપાળા અથવા તો સાઇકલ પર નીકળી પડ્યા હતા. સ્કૉટલૅન્ડની યુનિવર્સિટી ઑફ એબર્ડિનમાં ભણતો ગ્રીસનો વતની વીસ વર્ષના ક્લીઓન નામના યુવકની માર્ચ મહિનામાં એક્ઝામ પૂરી થઈ ગયેલી. તેણે ગયા માર્ચ મહિનામાં ત્રણ વખત ઍથેન્સની ફ્લાઇટમાં બુકિંગના પ્રયાસો કર્યા હતા, પરંતુ કોરોના-લૉકડાઉનને કારણે દરેક વખત ફ્લાઇટ કૅન્સલ થઈ હતી. એ પછી તેણે ફ્લાઇટ મળવાની રાહ જોવાને બદલે માર્ગ વાહનવ્યવહાર પસંદ કર્યો. ક્લીઓને બાઇસિકલ પર ગ્રીસમાં ઘરે પહોંચવાનું નક્કી કર્યું હતું. તે રોજના ૪૦થી ૬૦ કિલોમીટર સફર કરતો હતો. તેણે પોતાનો તમામ સામાન પણ સાઇકલ પર જ ફિટ કરી દીધો હતો. આખરે ક્લીઓન ૪૮ દિવસોમાં સાઇકલ પર અનેક દેશોમાંથી પસાર થતાં-થતાં લાંબો પ્રવાસ કરીને સ્કૉટલૅન્ડથી ગ્રીસ પહોંચ્યો હતો.

આ પણ વાંચો : સતત વિડિયો ગેમ રમવાને કારણે 15 વર્ષના છોકરાને આવ્યો સ્ટ્રોકનો હુમલો

ક્લીઓને ૨૧૭૫ માઇલ્સના બાઇક પ્રવાસ કરવામાં મુશ્કેલીઓ, સમસ્યાઓ અને જરૂરિયાતોનો અભ્યાસ કરીને પછી આ અભિયાન હાથ ધર્યું હતું. ક્લીઓને મિત્રો ટ્રૅક કરી શકે એ માટે ઇન્સ્ટાગ્રામ પર ઍપ પણ સેટઅપ કરી હતી. તે પીનટ બટર અને બ્રેડ તેમ જ કૅનમાં પૅક કરેલું ખૂબબધું ખાવાનું લઈને નીકળ્યો હતો એટલે શહેરો લૉક હોવા છતાં તેને ખાવા-પીવાની કોઈ તકલીફ નહોતી થઈ. રોજ સરેરાશ સાઇક્લિંગ કરતાં-કરતાં તે ઇંગ્લૅન્ડ, નેધરલૅન્ડ્સ, જર્મની, ઑસ્ટ્રેલિયા અને ઇટલીમાંથી પસાર થયો હતો. ક્લીઓન ઇટલીના ઈસ્ટ કોસ્ટથી ગ્રીસના પાત્રા બંદર સુધી બોટમાં ગયો હતો. ત્યાંથી ફરી સાઇકલ પર આગળ વધ્યો અને ગ્રીસની રાજધાની ઍથેન્સના પાડોશના શહેરમાં ઘરે પહોંચ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK