સતત વિડિયો ગેમ રમવાને કારણે 15 વર્ષના છોકરાને આવ્યો સ્ટ્રોકનો હુમલો

Published: Jul 16, 2020, 07:44 IST | Gujarati Mid-day Correspondent | China

ચીનમાં જ્યારે લૉકડાઉન હતું ત્યારે નાનિંગ શહેરમાં રહેતો ૧૫ વર્ષનો શિયાઓબિન નામનો છોકરો લગભગ ચારેક અઠવાડિયાં સતત વિડિયો ગેમ્સ રમતો રહ્યો અને રાતે માંડ બે કલાક સૂતો હશે.

આ છોકરાને આવ્યો સ્ટ્રોકનો હુમલો
આ છોકરાને આવ્યો સ્ટ્રોકનો હુમલો

ચીનમાં જ્યારે લૉકડાઉન હતું ત્યારે નાનિંગ શહેરમાં રહેતો ૧૫ વર્ષનો શિયાઓબિન નામનો છોકરો લગભગ ચારેક અઠવાડિયાં સતત વિડિયો ગેમ્સ રમતો રહ્યો અને રાતે માંડ બે કલાક સૂતો હશે. આ છોકરાને અચાનક સ્ટ્રોક આવતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાં પહોંચતાં જાણવા મળ્યું કે સ્ટ્રોકને કારણે તેના શરીરનો ડાબો ભાગ નિષ્ક્રિય થઈ ગયો છે. હવે તેની રીહૅબિલિટેશન ટ્રીટમેન્ટ ચાલે છે.

ચીનમાં કોરોના રોગચાળાના લૉકડાઉનને કારણે નવમા-દસમા ધોરણના ઘણા વિદ્યાર્થીઓની માફક શિયાઓબિન પણ ઘરમાં ગોંધાઈ રહ્યો હતો. માતા-પિતાએ ડૉક્ટરોને કહ્યું હતું કે ‘શિયાઓબિન ઑનલાઇન ક્લાસિસને નામે તેનો રૂમ બંધ કરીને પડ્યો રહેતો હતો. તે બારીઓ પણ બંધ કરી નાખતો હતો અને બારણું લૉક કરી રાખતો હતો. પરંતુ અમને તપાસ કરતાં ખબર પડી હતી કે એ છોકરો આખો દિવસ અને આખી રાત વિડિયો ગેમ્સ રમ્યા કરતો હતો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK