Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્વિટ્ઝરલૅન્ડમાં છે વિશ્વનું સૌથી નાનું મ્યુઝિયમ

સ્વિટ્ઝરલૅન્ડમાં છે વિશ્વનું સૌથી નાનું મ્યુઝિયમ

04 February, 2020 07:44 AM IST | Switzerland

સ્વિટ્ઝરલૅન્ડમાં છે વિશ્વનું સૌથી નાનું મ્યુઝિયમ

વિશ્વનું સૌથી નાનું મ્યુઝિયમ

વિશ્વનું સૌથી નાનું મ્યુઝિયમ


સ્વિટ્ઝરલૅન્ડના નાનકડા શહેર બાસેલ્સ ઓલ્ડ ટાઉનમાં એક ‘હુસેગ મ્યુઝિયમ’ છે. હુસેગ મ્યુઝિયમનો અર્થ ‘પેન્ટ પૉકેટ મ્યુઝિયમ’ એવો થાય છે. એ મ્યુઝિયમમાં કોઈ પ્રવેશ-ફી નથી, કારણ કે એમાં પ્રવેશ કરવાનો જ નથી. એ મ્યુઝિયમ બે ફુટ ઊંચી અને બે ફુટ પહોળી જાળી લગાવેલી બારીમાં છે. બાસેલ્સ ઓલ્ડ ટાઉનની એક સાંકડી ગલીમાં ૬૦૦ વર્ષ જૂના ઘરના મોટા બારણા વચ્ચે બનાવેલી છે.

આ પણ વાંચો : આ છે તાઇવાનની 63 વર્ષની હૉટેસ્ટ આન્ટી



બાસેલ્સ ઓલ્ડ ટાઉનમાં ઇમ્બરગૅસલીન્સ એલી નામે ઓળખાતી સાંકડી ગલીના મકાનની બારીમાંથી દેખાય એ રીતે કોઈ નવી વસ્તુ દર થોડા મહિને મૂકવામાં આવે છે. એ ઘરમાં ૩૫ વર્ષથી રહેતો વર્ગીટ પરિવાર ૨૪ વર્ષથી એ મ્યુઝિયમ ચલાવે છે. મ્યુઝિયમ (બારી)માં મૂકવામાં આવતી કેટલીક વસ્તુઓ વર્ગીટ દંપતીના અંગત સંગ્રહમાંથી પણ મૂકવામાં આવે છે. મઠિયાસ વર્ગીટ (પતિ) મ્યુઝિયમના ક્રીએટિવ ડિરેક્ટર છે અને અને ડૅગમાર (પત્ની) વર્ગીટ વહીવટી બાબતો સંભાળે છે.


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2020 07:44 AM IST | Switzerland

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK