આ છે તાઇવાનની 63 વર્ષની હૉટેસ્ટ આન્ટી

Published: Feb 04, 2020, 07:44 IST | Taiwan

૬૩ વર્ષની આ અભિનેત્રીએ તેની સુંદરતાને એટલી હદે જાળવી રાખી છે કે કોઈ તેની વય ૩૦ કરતાં વધુ હોય એ માનવા જ તૈયાર નથી.

63 વર્ષની હૉટેસ્ટ આન્ટી
63 વર્ષની હૉટેસ્ટ આન્ટી

તાઇવાનની ચેન મેઇફન નામની એક ઍક્ટ્રેસ હાલમાં જ ટીવી પર નવા વર્ષની ઉજવણીના એક શોમાં દેખાઈ હતી. ૬૩ વર્ષની આ અભિનેત્રીએ તેની સુંદરતાને એટલી હદે જાળવી રાખી છે કે કોઈ તેની વય ૩૦ કરતાં વધુ હોય એ માનવા જ તૈયાર નથી. ટીવી કાર્યક્રમના સંચાલકે તેની ઓળખ ‘તાઇવાનની હૉટેસ્ટ આન્ટી’ તરીકે આપી હતી.

પોતાની સુંદરતાનું રહસ્ય છતું કરતાં ચેન મેઇફને કહ્યું હતું કે ‘૪૦ વર્ષ પહેલાં મને બ્યુટી ક્વીનનો ખિતાબ મળ્યા બાદ મેં મારી સુંદરતાને જાળવવાનો નિર્ધાર કર્યો હતો. સવારના પહોરમાં હું આદુંનો સૂપ પીઉં છું, જે મારી ત્વચાને ચમકીલી રાખે છે. જમ્યા પછી મીઠું ખાવાની ઇચ્છા થાય તો આઇસક્રીમને બદલે ડુરિયાન નામના ટ્રૉપિકલ ફળને ફ્રિજમાં મૂકીને ઠંડું થયા પછી ખાઉં છું, જે મને આઇસક્રીમ જેવી ફીલિંગ આપે છે. જમ્યા બાદ નિયમિત ચાલવું, યોગ, જિમ, ખેલકૂદમાં વિશેષ રુચિ જેવા મારા રૂટીનને કારણે હું મારી સુંદરતાને આટલી વયે પણ જાળવી રાખી શકી છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK