Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જુઓ બિગ બીના ફૅન પાસે છે 7000 ફોટોગ્રાફ્સ

જુઓ બિગ બીના ફૅન પાસે છે 7000 ફોટોગ્રાફ્સ

12 October, 2020 07:52 AM IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જુઓ બિગ બીના ફૅન પાસે છે 7000 ફોટોગ્રાફ્સ

દિવ્યેશ કુમાર

દિવ્યેશ કુમાર


અમિતાભ બચ્ચનના એક ફૅન પાસે તેમની એટલી તસવીરો અને પોસ્ટરો છે જે કદાચ અમિતાભ સિવાય બીજા કોઈનીયે પાસે નહીં હોય. સુરતમાં રહેતા દિવ્યેશ કુમારે ૧૯૯૯ની સાલથી અમિતાભ બચ્ચનની તસવીરો એકઠી કરવાનું શરૂ કર્યું છે. જ્યાં પણ તેને કોઈક નવો બિગ બીનો ફોટો કે પોસ્ટર દેખાય કે તરત એની એક કૉપી કાપીને એને ફાઇલમાં સજાવીને રાખી દેવાની. દિવ્યેશનું આ પૅશન છે. ગઈ કાલે બિગ બીનો ૭૮મો જન્મદિવસ હતો એ નિમિત્તે તેણે ૧૧ છોડ પણ વાવ્યા હતા. દિવ્યેશ પાસે જે રેન્જમાં બિગ બીની તસવીરોનું કલેક્શન છે એ આશ્ચર્ય પમાડનારું છે. ૧૦ વર્ષના બાળકોથી લઈને ૧૦૦ વર્ષના દાદા-દાદી સુધીના ફૅન્સની રેન્જ ધરાવતા અમિતાભ બચ્ચનની તસવીરો માટે દિવ્યેશકુમાર કંઈ પણ કરી શકે છે. અત્યાર સુધીમાં અલગઅલગ દસ મોકા પર તે બિગ બીને અંગત રીતે મળી પણ ચૂક્યા છે. પહેલી વાર જ્યારે તેઓ બચ્ચનસાહેબને મળેલા ત્યારે તેમણે કરેલી તમામ ફિલ્મોનના નામ ધરાવતો અનોખા પોસ્ટરની ભેટ આપી હતી જે જોઈને અમિતાભ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2020 07:52 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK