Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લગ્નમાં ચાંદલો કે ભેટ મોંઘી આપશો તો સારું જમવાનું મળશે...

લગ્નમાં ચાંદલો કે ભેટ મોંઘી આપશો તો સારું જમવાનું મળશે...

21 September, 2020 07:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગ્નમાં ચાંદલો કે ભેટ મોંઘી આપશો તો સારું જમવાનું મળશે...

સોશિયલ મીડિયા પર આ કંકોતરીને લઈને વિવાદ

સોશિયલ મીડિયા પર આ કંકોતરીને લઈને વિવાદ


લગ્નની કંકોતરી મનાતા આરએસવીપી કાર્ડમાં ‘તમે કેટલો ચાંલ્લો આપશો’ કે ‘કેવી ગિફ્ટ આપશો?’ એવો સવાલ પૂછ્યો હોય તો કેવું લાગે? પરંતુ ખરેખર એ પ્રકારનું એક કાર્ડ સોશ્યલ મીડિયામાં વિવાદનો વિષય બન્યું છે. જે લોકોએ નોંધપાત્ર રકમનો ચાંલ્લો કર્યો હોય કે મોંઘી ભેટ આપી હોય તેમને સારું જમવા મળશે એવી સૂચના પણ કાર્ડમાં હતી. કન્યાપક્ષની મનાતી એ કંકોતરીમાં પોતાને મનગમતી મીઠાઈઓના હૅમ્પર જેવી ભેટની અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી હતી. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ રેડિટની વેડિંગ શેઇમિંગ કમ્યુનિટીએ એની પોસ્ટમાં એ કંકોતરી સુધ્ધાં અપલોડ કરી છે. એ પોસ્ટની નીચેની કમેન્ટ્સમાં આવી વૃત્તિ અને પ્રવૃતિ તરફ તિરસ્કાર અને અણગમો વ્યક્ત કરવામાં આવ્યો છે.

કંકોતરીમાં ભેટ-સોગાદોની ચાર કૅટેગરી વર્ણવવામાં આવી હતી - લવિંગ ગિફ્ટ, સિલ્વર ગિફ્ટ, ગોલ્ડન ગિફ્ટ અને પ્લૅટિનમ ગિફ્ટ. લવિંગ ગિફ્ટમાં ૨૫૦ ડૉલર (અંદાજે ૧૮,૪૦૦ રૂપિયા)નો ચાંલ્લો કરનારને રોસ્ટેડ ચિકન અને સ્વોર્ડ ફિશનું જમણ, સિલ્વર ગિફ્ટમાં ૨૫૧ ડૉલર (અંદાજે ૧૮,૫૦૦ રૂપિયા)થી ૫૦૦ ડૉલર (અંદાજે ૩૬,૮૦૦ રૂપિયા)નો ચાંલ્લો કે ગિફ્ટ આપનારને ઉપરોક્ત વાનગીઓમાં પસંદગી ઉપરાંત સ્લાઇસ્ડ સ્ટિક અને પોચ્ડ સાલ્મન, ગોલ્ડન ગિફ્ટમાં ૫૦૧ ડૉલર (અંદાજે ૩૬,૯૦૦ રૂપિયા)થી ૧૦૦૦ ડૉલર (અંદાજે ૭૩,૩૦૦ રૂપિયા)નો ચાંલ્લો કે ગિફ્ટ આપનારને પસંદગીના વ્યાપક વિકલ્પોમાં ફિલેટ મિગ્નોન અને લૉબ્સ્ટર ટેઇલ્સનો સમાવેશ હતો. પ્લૅટિનમ ગિફ્ટમાં 1001 ડૉલર (અંદાજે ૭૨,૩૦૦ રૂપિયા)થી ૨૫૦૦ ડૉલર (અંદાજે ૧.૮૪ લાખ રૂપિયા)નો ચાંલ્લો કે ગિફ્ટ આપનારને ઉપરોક્ત વિકલ્પો ઉપરાંત એક્ઝૉટિક કરચલાની વરાઇટીઝ સાથે શેમ્પેન ઉપલબ્ધ કરાવવાની નોંધ કંકોતરીમાં કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2020 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK