Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ આખલો ખાઈ ગયો મહિલાનો ચાર તોલાનો સોનાનો હાર, જાણો બાદ શું થયું?

આ આખલો ખાઈ ગયો મહિલાનો ચાર તોલાનો સોનાનો હાર, જાણો બાદ શું થયું?

22 October, 2019 09:14 AM IST | હરિયાણા

આ આખલો ખાઈ ગયો મહિલાનો ચાર તોલાનો સોનાનો હાર, જાણો બાદ શું થયું?

આ આખલો ખાઈ ગયો 4 તોલા સોનાનો હાર

આ આખલો ખાઈ ગયો 4 તોલા સોનાનો હાર


હરિયાણાના સિરસા જિલ્લાના કાલાંવાલી શહેરમાં વૉર્ડ નંબર ૬ની ખેત્રપાલવાલી ગલીમાં એક મહિલા સડેલાં શાકભાજીની અને છીલકાં સાથે ચાર તોલાનો દાગીનો પણ કચરામાં ફેંકી દીધો હતો. અલબત્ત આ વિશે મહિલા પોતે બેખબર હતી. બીજી તરફ બહાર પડેલો કચરો ખાવા માટે એક આખલો આવ્યો અને બધું સફાચટ કરી ગયો. જ્યારે ઘરમાં દાગીના ન મળ્યા ત્યારે પરિવારજનોએ ઘરની બહાર લાગેલા સીસીટીવી કૅમેરાનું ફુટેજ તપાસ્યું. એમાં સાંઢ કચરા ભેગો દાગીનો પણ ગળી રહ્યો છે એવું સ્પષ્ટ જોવા મળ્યું. એ પછી તો આખો પરિવાર એ સાંઢની શોધમાં લાગી પડ્યો. ગામની ગલીઓમાં કલાકો સુધી ફરીતે ફુટેજમાં દેખાતા આખલાને શોધવામાં આવ્યો અને પછી પરિવાર તેની સરભરામાં લાગી પડ્યો છે. તેને લીલો ચારો, ગોળ, કેળાં ભરપૂર ખવડાવવામાં આવી રહ્યાં છે જેથી ગોબરમાંથી એ ઘરેણાં નીકળી જાય. પરિવારે પશુઓના ડૉક્ટરને પણ કન્સલ્ટ કર્યાં છે. ડૉક્ટરના કહેવા મુજબ સોનું કાઢવા માટે સાંઢને ખૂબ લીલોચારો ખવડાવવો.

આ પણ વાંચો : દુનિયાનું સૌથી જૂનું 8000 વર્ષ પહેલાંનું મોતી અબુધાબીમાં મળ્યું



બીજા વિકલ્પ તરીકે હિસારના હૉસ્પિટલમાં તેને લઈને એક્સ-રે કરાવીને સોનું ક્યાં છે એની તપાસ કરાવવી અને પછી ઑપરેશન કરીને એ કાઢવા. જોકે એ પ્રક્રિયામાં આખલાને જીવનો ખતરો પણ રહી શકે છે. આખલાને કંઈ ન થાય એ માટે પરિવારજનોએ ઑપરેશન કરવાનું માંડી વાળ્યું છે અને રોજ ગોબર ફેંદે છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2019 09:14 AM IST | હરિયાણા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK