Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કોલાનું કૅન ગટગટાવી દીધા પછી ખબર પડી કે અંદર મરેલો ઉંદર હતો

કોલાનું કૅન ગટગટાવી દીધા પછી ખબર પડી કે અંદર મરેલો ઉંદર હતો

23 March, 2019 12:22 PM IST | ફ્રાન્સ

કોલાનું કૅન ગટગટાવી દીધા પછી ખબર પડી કે અંદર મરેલો ઉંદર હતો

કોકા કોલા કેનમાંથી ઉંદર નીકળ્યો

કોકા કોલા કેનમાંથી ઉંદર નીકળ્યો


ફ્રાન્સના વેરેની સુરસેઇન નામના ગામમાં ડૅમિઅન નામના કમ્પ્યુટર સાયન્ટિસ્ટે પોતાના ઘરની નજીકના એક રેસ્ટોરાંમાં પીત્ઝા ખાધો અને કોકા કોલાનું એક કૅન ઘરે લઈને આવ્યો. ડૅમિઅનનું કહેવું છે કે તેને કૅનનું વજન કંઈક એક્સ્ટ્રા જ ભારે લાગતું હતું, પણ તેને થયું કે કદાચ ક્વૉન્ટિટી વધારે ભરેલી હશે એટલે વજન વધુ હશે. જોકે તેણે કૅનની ઢાંકણું ખોલીને કોક પી લીધી એ પછી પણ કૅન વજનદાર જ હતું. એટલે તેણે અંદર જોયું તો ઉંદરના પગ દેખાયા. તરત જ તેણે કૅનની તસવીરો લીધી અને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી. ફ્રાન્સના કોકા કોલાની હેડ ઑફિસમાં ફોન કર્યો તો એક કલાક સુધી કસ્ટમર કૅરવાળાએ તેને ફોન પર જ હોલ્ડ કરેલો રાખ્યો.

આ પણ વાંચો : કોને ખરીદવું છે આ કબૂતર, જાણો એની કિંમત



કૅનનું ઢાંકણું પણ સહેજ ખૂલેલું હતું એટલે કૅન ખોલ્યા પછી ઉંદર અંદર જાય એવું સંભવ નથી અને કંપનીવાળાનું કહેવું છે કે કૅન ભરતી વખતે ઉંદર અંદર જાય એવી પણ કોઈ સંભાવના નથી. કંપની તરફથી યોગ્ય રિસ્પૉન્સ ન મળતાં ડૅમિઅને પોલીસને ફોન કર્યો તો પોલીસે પણ કંઈ ઍક્શન લેવાની ના પાડી દીધી. એ પછી તેણે હૉસ્પિટલમાં જઈને પોતાના શરીરમાં કોઈ પૉઇઝન નથી ગયુંને એની તપાસ કરાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2019 12:22 PM IST | ફ્રાન્સ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK