માણસને સંબંધો અને મિત્રો વિના ચાલતું નથી. એવામાં જો તમારી પાસે કોઈ દોસ્ત ન હોય તો સોશ્યલ મીડિયામાં પણ તમે છાકો પાડી શકતા નથી. જપાનના લોકોની એકલતા દૂર કરવા માટે રિયલ અપીલ નામની એક કંપનીએ ભાડેથી દોસ્તો પૂરા પાડવાની સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ માટે તમારે કંપનીની વેબસાઇટ પર મૂકેલા કૅટલોગમાંથી મનપસંદ આવે એવા દોસ્ત પસંદ કરી શકો છો. આ ફ્રેન્ડ્સ ફેક હોય છે જે કંપનીના કર્મચારીઓ છે. તમે જે વ્યક્તિની દોસ્ત તરીકે પસંદગી કરો એની સાથે તમે મનગમતી જગ્યાએ જઈને ફોટો પડાવી શકો છો અને એ તસવીરો સોશ્યલ મીડિયામાં અપલોડ પણ કરી શકો છો. અલબત્ત, આ દોસ્તો તમારી સાથે માત્ર બે કલાક સુધી જ રહેશે. એ માટે કસ્ટમરે ૮૦૦૦ યેન એટલે કે લગભગ પાંચ હજાર રૂપિયા ખર્ચવા પડે. ભાડેથી લીધેલા દોસ્તો સાથે તમે મોજમસ્તી કરતા હો એવી તસવીરો લઈને ફેસબુક, ટ્વિટર, સ્નૅપચૅટ, ઇન્સ્ટાગ્રામ કે તમારા સોશ્યલ મીડિયા પ્રોફાઇલ કે સ્ટેટસમાં પણ મૂકી શકો છો.
આ પણ વાંચો : પાળેલા શ્વાનને હવે ફરવા નહીં લઇ જાઓ તો ભોગવવો પડશે અ...ધ..ધ...દંડ
હા, જો તમે ઇચ્છતા હો કે તમે દોસ્ત સાથે અમુક ચોક્કસ જગ્યાએ તસવીરો ખેંચાવો તો ત્યાં પહોંચવાનો અને ખાવા-પીવાનો તમામ ખર્ચ પણ તમારે જ ઉઠાવવો પડશે. રિયલ અપીલ કંપની એ ફૅમિલી રોમૅન્સની સહયોગી કંપની છે જે તમારા સામાજિક ફંક્શન્સમાં નકલી સગાઓ પણ પૂરાં પાડવાનું કામ કરે છે.
માત્ર પાળેલાં પ્રાણીઓને શોધી આપવાનું કામ કરે છે ચીનની એક ડિટેક્ટિવ કંપની
Dec 06, 2019, 09:31 ISTપિરિયડ ચાલુ હોય તો મહિલાએ બિલ્લો પહેરવાનો, આ નિયમ બનાવનાર સ્ટોર સામે સોશ્યલ મીડિયામાં જબરો વિરોધ
Dec 04, 2019, 10:18 IST૭૧ વર્ષના કાકાએ ૮ દિવસમાં ૨૪,૦૦૦ કૉલ કરતાં તેમની ધરપકડ થઈ
Dec 04, 2019, 10:14 ISTસુનામીમાં નાશ પામેલા જંગલમાંથી બન્યું પાંચ માળનું નવુંનક્કોર સ્ટેડિયમ
Dec 03, 2019, 09:52 IST