પાળેલા શ્વાનને હવે ફરવા નહીં લઇ જાઓ તો ભોગવવો પડશે અ...ધ..ધ...દંડ

Published: 29th September, 2019 14:58 IST | ઑસ્ટ્રેલિયા

ઑસ્ટ્રેલિયામાં કૂતરાને લઇને એક અટપટો કાયદો બનાવવામાં આવ્યો છે, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આજના સમયમાં કૂતરા પાળવા લગભગ એક શોખ બની ગયો છે. તમે જોતાં જ હશો કે સવાર સાંજ લોકો પોતાના કૂતરાને લઇને બહાર ફરવા નીકળી જતાં હોય છે. જો કે, સમયની ઉણપને કાપણે કેટલાક લોકો આવું નથી કરી શકતા, પણ ઑસ્ટ્રેલિયામાં કૂતરાને લઇને એક અટપટો કાયદો બનાવવામાં આવ્યો છે, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશે.

કેનબરામાં બનેલા આ કાયદા હેઠળ હવે પાળેલા કૂતરાને દિવસમાં ઓછામાં ઓછું એક વાર બહાર ફરાવવા લઇ જવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જો કોઇ આ નિયમનું પાલન ન કરે અને પકડાય તો તેના પર 4000 ઑસ્ટ્રેલિયન ડૉલર એટલે કે લગભગ 91 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

અહીંની સરકારે ગુરુવારે એનિમલ વેલફેર લેજિસ્લેશન એમેંડમેંટ બિલ લાગૂ પાડવામાં આવ્યો. આ બિલમાં જાનવરોના કલ્યાણને લઇને કડક નિયમોની સુવિધા કરવામાં આવી છે. આ અંતર્ગત જો કૂતરાના માલિકે તેના ખાવાની, રહેવાની અને પીવાની યોગ્ય વ્યવસ્થા નહીં કરે તો તેને તરત જ દંડ ફટકારવામાં આવશે.

આ પણ વાંચો : ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

નવા કાયદા હેઠળ જે લોકો પોતાના પાળેલા કૂતરાને 24 કલાક પોતાની પાસે રાખે છે, તેમણે ઓછામાં ઓછા બે કલાક તેમને ખુલ્લામાં રાખવા પડશે. આ કાયદો પાળેલી બિલાડીઓ પર પણ લાગૂ પડે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK