આ ભાઈ પોતાને ડૉગી સમજીને ડૉગીની જેમ રહેવાનું શરૂ કરી દીધુ

Apr 06, 2019, 12:57 IST

કેટલાક માણસોને માનવ તરીકેનો જન્મ મળ્યો હોય એમ છતાં લાગતું હોય છે કે તેઓ ભૂલથી માણસ બની ગયા છે.

આ ભાઈ પોતાને ડૉગી સમજીને ડૉગીની જેમ રહેવાનું શરૂ કરી દીધુ
ડૉગી

કેટલાક માણસોને માનવ તરીકેનો જન્મ મળ્યો હોય એમ છતાં લાગતું હોય છે કે તેઓ ભૂલથી માણસ બની ગયા છે. માંહ્યલો તેમને કંઈક બીજું જ બનવા પ્રેરતો હોય છે. ઇંગ્લૅન્ડના ગ્રેટર માન્ચેસ્ટરના સૅલ્ફૉર્ડ ટાઉનમાં ૩૭ વર્ષના કૅઝ જેમ્સ નામના ભાઈ પોતાને મનુષ્ય નહીં પણ માણસનોના વફાદાર મિત્ર ડૉગી જેવા માને છે. ઘણા વષોર્નાં છાના સંઘર્ષ પછી હવે આ વાત તેમણે જાહેર કરવાની અને પોતાની જિંદગી પોતાને ગમે એ રીતે જીવવાની શરૂ કરી દીધી છે.

dog

તેમણે લગભગ ૧.૮૦ લાખ રૂપિયાનો બ્રાઉન ફરનો ડૉગી સૂટ બનાવ્યો છે અને એ પહેરીને જ તેઓ ફરે છે. કૅઝનું કહેવું છે કે બાળપણથી જ તેની આદતો શ્વાનોને મળતી આવતી હતી, પણ એ વખતે તેને એની સભાનતા નહોતી. તેને બધી જ ચીજો ડાયરેક્ટ મોંએથી પકડવાનું ગમતું. ચાર પગે ચાલવું અને બે પગ વાળીને હાથ આગળ મૂકીને ડૉગીની જેમ બેસવું એ તેની મોસ્ટ કમ્ફર્ટેબલ સ્ટાઇલ હતી. એક સ્ટોરમાં મૅનેજરનું કામ કરતા કૅઝને ૧૭ વર્ષની ઉંમરે રિયલાઇઝ થવા લાગ્યું હતું કે પોતે ભૂલથી માણસ બની ગયો છે. તેણે પોતાની ડૉગી હોવાની ફીલિંગનો જવાબ શોધવા માટે ગૂગલની મદદ લીધી અને તેને પોતાના જેવા ઘણા લોકો મળી આવ્યા. હ્યુમન પપ નામે ઑનલાઇન કમ્યુનિટી ચાલે છે જે એવા માણસોનો મેળાવડો છે જે પોતાને શ્વાન હોત તો સારું થાત એવું માને છે.

આ પણ વાંચો : ઑનલાઇન ગેમ રમીને ગયા વર્ષે આ ટીનેજર 1.4 કરોડ રૂપિયા કમાયો

આ લોકો પોતાને ગમે એ રીતે જીવવા શું કરવું એના ઉપાયો ઑનલાઇન ચર્ચે છે. આ ચર્ચાઓ પછી હવે કૅઝને હિંમત આવી ગઈ છે અને તેણે ડૉગ સૂટ પહેરીને જીવવાનું શરૂ કર્યું છે. શેતરંજી પર આળોટીને શરીર ખણવાનું અને ચાર પગે ઘરમાં ફરવાનું શરૂ કર્યા પછી તેનું કહેવું છે કે હવે તેને જાણે પોતે જે છે એવું જીવન જીવી શકે છે એવો હાશકારો થાય છે. હવે તે મિત્રોને આવકારવા માટે ડૉગીની જેમ ભસે છે અને બાઉલમાં ખાવાનું પિરસીને ખાય છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK