ઍક્સિડન્ટ એવો થયો કે કપાળ જ દૂર કરવું પડ્યું

Published: 9th September, 2020 07:08 IST | Gujarati Mid-day Correspondent | Ireland

આયરલૅન્ડના લાઓઇસ શહેરમાં રહેતી ૩૬ વર્ષની મહિલા ગ્રેઇન કિલી જસ્ટ બાવીસ વર્ષની હતી ત્યારે માર્ગ-અકસ્માતે તેના ચહેરાને સાવ જ બદલી નાખ્યો હતો.

કાર અકસ્માતમાં મહિલાએ પોતાનું કપા ગુમાવ્યું
કાર અકસ્માતમાં મહિલાએ પોતાનું કપા ગુમાવ્યું

આયરલૅન્ડના લાઓઇસ શહેરમાં રહેતી ૩૬ વર્ષની મહિલા ગ્રેઇન કિલી જસ્ટ બાવીસ વર્ષની હતી ત્યારે માર્ગ-અકસ્માતે તેના ચહેરાને સાવ જ બદલી નાખ્યો હતો. તેના ચહેરા પર જાણે કપાળ જ નહોતું રહ્યું. એ ઍક્સિડન્ટ જેટલો વિચિત્ર અને વિશિષ્ટ પ્રકારનો હતો એવી જ વિચિત્ર અને વિશિષ્ટ એની ઈજાઓ હતી. ૧૪ વર્ષ પહેલાં ગ્રેઇન કિલી તેના બૉયફ્રેન્ડ સાથે જીપમાં જતી હતી ત્યારે એ જીપ ૧૨૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે રસ્તા પર જામી ગયેલા બરફના થર (બ્લૅક આઇસ) સાથે ટકરાઈ હતી. એ ટક્કર બાદ જીપ દીવાલ સાથે અથડાઈ હતી. એ અકસ્માતમાં ગ્રેઇન કિલીના પગ નીચે ફૂલતી જતી ઍરબૅગનું દબાણ વધતાં તેના ઘૂંટણ જોશભેર તેના કપાળ પર અથડાયા હતા.

ગ્રેઇનને તરત જ સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના ચહેરા પર મલ્ટિપલ ફ્રૅક્ચર્સ હતાં અને કરોડરજ્જુના સ્રાવના પ્રવાહીનું લીકેજ થતું હતું. ડૉક્ટરોએ કહ્યું હતું કે ચહેરા પર સખત માર વાગતાં કપાળ સહિત કેટલાક ભાગ દબાઈ ગયા છે. એ ભાગને ધીમે-ધીમે બહાર લાવવા પડશે. અનેક મુશ્કેલીઓ છતાં શસ્ત્રક્રિયા સફળ થઈ હતી, પરંતુ ડૉક્ટરોએ તેનું કપાળ કાઢી નાખ્યું હતું. ૨૦૦૯માં પ્લાસ્ટિક સર્જરી વડે ઇટાલિયન સિરૅમિકનું કપાળ ગોઠવ્યું હતું. ઉત્તમ સારવાર મળ્યા છતાં ગ્રેઇનની હજી એ અકસ્માતની આડઅસરો અને તકલીફો યથાવત્ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK