માણસનો ચહેરો ધરાવતી બેબી શાર્કને જોઈને માછીમાર અચંબામાં પડી ગયો
બેબી શાર્ક
ઇન્ડોનેશિયામાં પૂર્વીય તટ પર માછલી પકડવા ગયેલા માછીમાર અબદુલ્લા નુરેનની જાળમાં ૨૧ ફેબ્રુઆરીએ એક ગર્ભવતી શાર્ક માછલી પકડાઈ હતી, જેના ગર્ભમાં ત્રણ બેબી શાર્ક ઊછરી રહી હતી. જાળમાં પકડાયાના બીજા દિવસે જ્યારે શાર્ક માછલીનું પેટ ચીર્યું તો તેમાંનાં બે બચ્ચાં શાર્ક જેવો જ ચહેરો ધરાવતા હતા, જ્યારે કે ત્રીજું બચ્ચું સહેજ વિકૃત ચહેરો ધરાવતું હતું. આ બચ્ચાનો ચહેરો માણસના ચહેરાને મળતો આવતો હતો. અબદુલ્લા નુરેન શાર્કના બચ્ચાને તેના ઘરે લઈ જતાં તે ચર્ચાનો વિષય બની ગયું. જોકે તે આ બચ્ચાને વેચવાને બદલે તેને પોતાના ગુડલકની નિશાની તરીકે સાચવવા માગે છે. સોફ્ટ ટૉય જેવું લાગતું આ બચ્ચું અદ્વિતીય છે. સોશ્યલ મીડિયા પર આ બચ્ચાની ક્લિપ ખૂબ વાઇરલ થઈ રહી છે.