Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વાહ, પોલીસભાઈએ ફાઇબરની લાઠીને બનાવી દીધી વાંસળી

વાહ, પોલીસભાઈએ ફાઇબરની લાઠીને બનાવી દીધી વાંસળી

30 May, 2019 09:05 AM IST | બેન્ગલોર

વાહ, પોલીસભાઈએ ફાઇબરની લાઠીને બનાવી દીધી વાંસળી

ફાઇબરની લાઠીને વાંસળી બનાવી

ફાઇબરની લાઠીને વાંસળી બનાવી


બેન્ગલોર પોલીસમાં વીવીઆઇપી ડ્યુટી પર તહેનાત એક હેડ કૉન્સ્ટેબલે ફાઇબરની લાઠીને વાંસળી બનાવી દીધી છે. બાવન વર્ષના ચંદ્રકાન્ત નામના આ કૉન્સ્ટેબલની ડ્યુટી કોર્ટના વૉરન્ટ માટેની છે, પરંતુ ઘણી વાર તેમને ક્યાંક બંદોબસ્ત માટે લગાવી દેવામાં આવે છે. ચંદ્રકાન્તભાઈને એ વખતે બેસી રહેવાનું બહુ બોરિંગ લાગે છે. કંટાળાને નાથવા તેમણે વચલો રસ્તો કાઢ્યો છે.

આ પણ વાંચો : આ બૉડીબિલ્ડરે તેલનાં ઇન્જેક્શન્સથી બનાવ્યાં 23 ઇંચનાં બાવડાં



કૉન્સ્ટેબલ તરીકે હથિયાર તરીકે તેમને જે ફાઇબરની લાકડી આપવામાં આવી છે એમાં તેણે કાણાં પડાવી લીધાં છે. એ લાઠી હવે વાંસળી બની ગઈ છે. ૨૦૦૭થી આ સિલસિલો છે. હવે ભાઈસાહેબ ડ્યુટી પર એમ જ માખીઓ મારવાની હોય ત્યારે વાંસળી વગાડીને મજા કરે છે. તેણે સિંગર દીકરી સાથે જાહેર કાર્યક્રમોમાં પણ પર્ફોર્મ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2019 09:05 AM IST | બેન્ગલોર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK