217 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે 5 ટનનું ટ્રૅક્ટર દોડાવતાં બન્યો રેકૉર્ડ

Published: Nov 19, 2019, 10:12 IST

ટ્રૅક્ટર હોય તો કેટલી ગતિએ દોડી શકે? ૮૦થી ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડે તોય ટ્રૅક્ટર ડચકાં ખાવાં લાગે.

ટ્રૅક્ટર
ટ્રૅક્ટર

ટ્રૅક્ટર હોય તો કેટલી ગતિએ દોડી શકે? ૮૦થી ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડે તોય ટ્રૅક્ટર ડચકાં ખાવાં લાગે. જોકે ગાય માર્ટિન નામના સ્પીડ-ડ્રાઇવરે જેસીબીના ટ્રૅક્ટરને અકલ્પનીય ઝડપે દોડાવીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. બ્રિટિશ ચૅનલ માટેના એક કાર્યક્રમ દરમ્યાન ગાય માર્ટિને એલ્વિન્ગટન ઍરફીલ્ડ પર જેસીબીના એક ટ્રૅક્ટરને સહેજ મૉડિફાય કરીને એને ૧૩૫ માઇલ પ્રતિ કલાક એટલે કે લગભગ ૨૧૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવીને વિશ્વવિક્રમ સરજ્યો હતો.

આ પણ વાંચો : ફ્રીમાં ફ્યુઅલ મેળવવા માટે પુરુષો બિકિની પહેરીને ગૅસ સ્ટેશન પર પહોંચ્યા

માર્ટિનનો આ પાંચમો સ્પીડ-રેકૉર્ડ છે. આ પહેલાં તેણે મોટરસાઇકલ, સોપબૉક્સ, સ્લેડ અને હોવરક્રાફ્ટમાં હાઇએસ્ટ સ્પીડનો વિક્રમ પોતાના નામે કર્યો છે. આ સ્ટન્ટ આગામી રવિવારે બ્રિટનની એક ચૅનલ પર પ્રસારિત થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK