Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ફ્રીમાં ફ્યુઅલ મેળવવા માટે પુરુષો બિકિની પહેરીને ગૅસ સ્ટેશન પર પહોંચ્યા

ફ્રીમાં ફ્યુઅલ મેળવવા માટે પુરુષો બિકિની પહેરીને ગૅસ સ્ટેશન પર પહોંચ્યા

19 November, 2019 09:43 AM IST | Russia

ફ્રીમાં ફ્યુઅલ મેળવવા માટે પુરુષો બિકિની પહેરીને ગૅસ સ્ટેશન પર પહોંચ્યા

પુરુષો બિકિની પહેરીને ગૅસ સ્ટેશન પર પહોંચ્યા

પુરુષો બિકિની પહેરીને ગૅસ સ્ટેશન પર પહોંચ્યા


દુનિયાના કોઈ પણ છેડે માણસ રહેતો હોય, મફતમાં મળતી ચીજ લેવા પડાપડી કરવાનો સ્વભાવ જાય નહીં. એમાંય જો કોઈ મોંઘી ચીજ ફ્રીમાં મળતી હોય તો-તો એ માટે કંઈક એકસ્ટ્રા કરતાં પણ તેઓ અચકાતાં નથી. રશિયામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે.

સમારા શહેરના ઓલ્વી ગૅસ સ્ટેશને પબ્લિસિટી માટે એક ખાસ ઑફર બહાર પાડી હતી. બિઝનેસ વધારવા માટે માર્કેટિંગ ગિમિક તરીકે ગૅસ-સ્ટેશને ‌જાહેર કરેલું કે જો કોઈ બિકિની પહેરીને આવશે તો તેમને ફ્રીમાં સીએનજી ફ્યુઅલ ભરી આપવામાં આવશે. અલબત્ત, આ ઑફર તેમણે દિવસમાં ત્રણ કલાક માટે જ રાખી હતી. જોકે ગૅસ-સ્ટેશનવાળા લોકો એ જાહેરાતમાં સ્પષ્ટતા કરવાનું ભૂલી ગયેલા કે કયા જેન્ડરની વ્યક્તિ બિકિની પહેરીને આવશે તો ફ્રી ફ્યુઅલ મળશે.



free-fuel


આ ચૂકનો ફાયદો કેટલાક પુરુષોએ ઉઠાવી લીધો. તેઓ બિકિની પહેરીને ગૅસ લેવા પહોંચી ગયા. એ જોઈને ગૅસ-સ્ટેશનવાળા પણ મૂંઝાઈ ગયા. બિકિની પહેરેલા પુરુષોને જોઈને ત્યાં ખાસ્સી ચકચાર મચી ગઈ. કેટલાક પુરુષોએ તો બિકિનીની સાથે હાઈ ‌હીલ્સ પણ પહેરી હતી. ગૅસ-સ્ટેશન પર મોજૂદ લોકોએ આ બિકિનીધારી પુરુષોની તસવીરો સોશ્યલ મીડિયા પર તરતી મૂકી દીધી હતી. જાણેઅજાણ્યે પેલા ગૅસ-સ્ટેશનને તો એમ જ સસ્તી પ્રસિદ્ધિ મળી ગઈ. 

આ પણ વાંચો : પરોપજીવી કીડો પેનિસમાં જતો રહેતાં જીવ જોખમમાં મુકાયો


યુક્રેનમાં પણ આ પહેલાં એક ગૅસ-સ્ટેશને આવી ઑફર આપેલી અને ત્યારે પણ બિકિનીધારી પુરુષોનો આવો જ નજારો જોવા મળેલો.

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2019 09:43 AM IST | Russia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK