આ સુવર્ણજડિત માર્બલ ટૉઇલેટ કમોડ 11 લાખ રૂપિયામાં વેચાયું

Published: Feb 03, 2020, 09:59 IST | America

અમેરિકાના અભિનેતા અને ગાયક ફ્રેન્ક સિનાત્રાના આરસપહાણના સુવર્ણજડિત ટૉઇલેટ્સ લિલામીમાં લગભગ ૧૫,૩૦૦ ડૉલર એટલે કે ૧૧ લાખ રૂપિયામાં વેચાયું હતું.

સુવર્ણજડિત માર્બલ ટૉઇલેટ કમોડ
સુવર્ણજડિત માર્બલ ટૉઇલેટ કમોડ

અમેરિકાના અભિનેતા અને ગાયક ફ્રેન્ક સિનાત્રાના આરસપહાણના સુવર્ણજડિત ટૉઇલેટ્સ લિલામીમાં લગભગ ૧૫,૩૦૦ ડૉલર એટલે કે ૧૧ લાખ રૂપિયામાં વેચાયું હતું. ન્યુ જર્સી સ્ટેટના ઍટલાન્ટિક સિટીની હોટેલ ગોલ્ડન નગેટમાં ૨૬મી જાન્યુઆરીએ યોજાયેલા ઑક્શનમાં ગિલ્ડેડ સીટવાળું એક કમોડ ૪૨૫૦ ડૉલર (અંદાજે ૩.૦૪ લાખ રૂપિયા), એક ગોલ્ડ સીટેડ ટૉઇલેટ ૩૭૫૦ ડૉલર (અંદાજે ૨.૬૯ લાખ રૂપિયા), એક ગોલ્ડ સીટેડ ટૉઇલેટ ૩૫૦૦ ડૉલર (અંદાજે ૨.૫૧ લાખ રૂપિયા), ગોલ્ડ સીટ વગરના આરસપહાણના ટૉઇલેટના ૧૮૦૦ ડૉલર (અંદાજે ૧.૨૯ લાખ રૂપિયા) ઊપજ્યા હતા. એ પ્રકારની અન્ય આઇટમોનું સર્વસામાન્ય મૂલ્ય ૨૦૦૦ ડૉલર (અંદાજે ૧.૪૩ લાખ રૂપિયા)ની આસપાસ હોય છે. 

આ પણ વાંચો : દેશની પહેલી રેલ બસ સર્વિસ બંધ થઈ ગઈ

ઉક્ત ટૉઇલેટ્સ સહિત અનેક લક્ઝરી આઇટમ્સ ઍટલાન્ટિક સિટીમાં ફ્રેન્ક સિનાત્રાના હોટેલ સૂટમાં હતી. કસિનો ટાયકૂન સ્ટીવ વિને ૬૦૦૦ ફુટની જગ્યામાં અભિનેતા અને ગાયક ફ્રાન્ક સિનાત્રાની સાહ્યબી માટે વસાવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK