દેશની પહેલી રેલ બસ સર્વિસ બંધ થઈ ગઈ

Published: Feb 03, 2020, 09:42 IST | Rajasthan

રાજસ્થાનના જોધપુરમાં ૧૯૯૪માં શરૂ કરવામાં આવેલી દેશની પહેલી રેલ બસ સર્વિસ શુક્રવારથી બંધ થઈ ગઈ છે.

રેલ બસ સર્વિસ
રેલ બસ સર્વિસ

રાજસ્થાનના જોધપુરમાં ૧૯૯૪માં શરૂ કરવામાં આવેલી દેશની પહેલી રેલ બસ સર્વિસ શુક્રવારથી બંધ થઈ ગઈ છે. જોધપુર મંડલના મેડતા રોડથી મેડતા શહેર વચ્ચે ચાલતી આ છેલ્લી બસ સર્વિસ હતી. આ પહેલાં બે બસોને જર્જરિત જાહેર કરીને એને સેવામાંથી દૂર કરવામાં આવી હતી. ૯ મહિના પહેલાં ૨૦૨૦ની પહેલી ફેબ્રુઆરીથી આ બસ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં આ બન્ને સ્ટેશનો વચ્ચેના યાત્રીઓને કઈ સુવિધા મળશે એ વિશે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. 

આ પણ વાંચો : GPSથી ચાલતા લૉન મોવરથી બાસ્કેટબૉલ પ્લેયરનું 115 ફુટ ઊંચું ગ્રાસ મ્યુરલ રચ્યું

જોધપુર મંડલની આ ૧૫ કિલોમીટર લાંબી રેલવેલાઇનમાં યાત્રીઓની આવ-જા માટે સૌપ્રથમ મીટરગેજ અને પછી બ્રૉડગેજ રેલ બસ સર્વિસ શરૂ કરવામાં આવી હતી, જેનું ભાડું માત્ર ૧૦ રૂપિયા હતું. સમય જતાં રેલવેના આ રૂટ પર રેલવે ક્રૉસિંગ ગેટ વધતા ગયા અને રેલવેએ ક્રૉસિંગ ગેટ ખોલવા અને બંધ કરવા માટે તહેનાત કરાયેલા કર્મચારીને હટાવી દેતાં ૨૦ મિનિટના રૂટ માટે સવા કલાક લાગતો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK