કૂતરા ફટાકડાના અવાજથી ઘણા ડરતા હોય છે એ આપણે બધાએ જોયું છે, પરંતુ ચીનમાં એક સ્ટ્રીટ-ડૉગ ફટાકડાના અવાજથી બચવા માટે એક દીવાલમાં ફસાઈ ગયો હતો. પરિણામે ઍનિમલ રેસ્ક્યુઅરને બોલાવવા પડ્યા હતા. સમગ્ર ઘટના ૧૩ ફેબ્રુઆરીએ ચીનના યાંચેંગમાં બની હતી, ત્યારે ચીનના લોકોએ પોતાના નવા વર્ષની ઉજવણી કરી હતી. ડૉગીને દીવાલમાં મોટું બાકોરું પાડીને એને બહાર કાઢવામાં આવ્યો હોય એનો વિડિયો પણ વાઇરલ થયો છે, જેમાં રેસ્ક્યુઅર દીવાલમાં મોટું બાકોરું પાડીને ડૉગીને ધીમે-ધીમે બહાર કાઢે છે. એને કોઈ પણ પ્રકારની ઈજા ન થાય એની પણ કાળજી રાખે છે. છૂટ્યા બાદ ડૉગી તરત ત્યાંથી ભાગી જાય છે.
માસ્ક નહીં પહેરું એવું હાથ પર ટૅટૂ ચીતરાવનાર મહિલા હવે પસ્તાય છે
25th February, 2021 07:30 ISTમાણસનો ચહેરો ધરાવતી બેબી શાર્કને જોઈને માછીમાર અચંબામાં પડી ગયો
25th February, 2021 07:30 ISTબાળકનાં અલ્ટ્રા સાઉન્ડ સ્કૅન્સ મીણબત્તી પર ચીતરવાનો અનોખો પૅશન આ ટીનેજરનો
25th February, 2021 07:30 ISTજપાનની આ માછલી 226 વર્ષ જીવી
25th February, 2021 07:30 IST