ટિક-ટૉક પર વીડિયો બનાવવાનું ભૂત ઉતાર્યુ આ કુતરાએ, જુઓ કેમ

Published: Jun 27, 2020, 17:56 IST | Gujarati Mid-day Online Correspondent | Surat

પ્રિયા ગોલાનીના એક વીડિયોને 32 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે અને બીજા વીડિયોને 24 હજાર લાઈક્સ મળ્યા છે.

પ્રિયા ગોલાની
પ્રિયા ગોલાની

ટિક-ટૉક પર ફૅમસ થવા માટે લોકો કઈપણ કરતા હોય છે, હાલ લોકો સેલેબ્સની એક્ટિંગ અથવા એમના જેવો જ ડાન્સ કરીને વીડિયો બનાવીને પોસ્ટ કરતા હોય છે. લૉકડાઉનના લીધે બધા પોતાના ઘરમાં કેદ છે પણ તેમનું મનોરંજન નથી થઈ રહ્યું એટલે તેઓ ટિક-ટૉક પર ફની વીડિયો બનાવીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ફૅમસ થવા લોકો અવનવી રીત અપનાવતા હોય છે, હાલ ટિક-ટૉક પર એક વીડિયો વાઈરલ થયો છે. એ વીડિયો છે ટિક-ટૉક ફેમ પ્રિયા ગોલાનીનો. પ્રિયા ગોલાની નામનો ટિક-ટૉક અકાઉન્ટ છે, જે સતત વીડિયોઝ બનાવતી રહે છે અને એના સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે. પરંતુ પ્રિયા ગોલાનીનો એક વીડિયો જબરદસ્ત વાઈરલ થઈ ગયો છે.

@priyagolani

after editing 😜🐕😘👌😄😅🤣😂

♬ original sound - priyagolani

હકીકતમાં પ્રિયા ગોલાની ટિક-ટૉક પર વીડિયો બનાવવા માટે રસ્તા પર ડાન્સ કરી રહી હતી. ઝરા ઝરા ટચમી ગીત પર ડાન્સ કરતી જ હતી, ત્યારે અચાનક એક કુતરાએ એના પર હુમલો કર્યો અને એને કરડીને ચાલ્યો ગયો. પ્રિયાએ ટિક-ટૉક પર એ વીડિયો શૅર પણ કર્યો છે.

@priyagolani

kutte ne kat liya ##tiktok bana rahi thi to

♬ original sound - priyagolani

પ્રિયાએ હજી એક વીડિયો શૅર કર્યો છે, જેમાં એની પાસે બેસેલો વ્યક્તિ એને સમજાવી રહ્યો છે કે કહું છું ને રસ્તા પર વીડિયો નહીં બનાવ, હવે જો કુતરો કરડી ગયો ને, 14 ઈન્જેક્શન લગાવવા પડશે. બન્ને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો જોઈને એવો જ સીન રિક્રિએટ કરીને વીડિયો બનાવી રહ્યા છે..

પ્રિયા ગોલાનીના એક વીડિયોને 32 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે અને બીજા વીડિયોને 24 હજાર લાઈક્સ મળ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK