Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયાનું આ યુગલ કોરોનાને લીધે ઘરમાં કેદ થયું

ઑસ્ટ્રેલિયાનું આ યુગલ કોરોનાને લીધે ઘરમાં કેદ થયું

18 March, 2020 07:22 AM IST | Australia

ઑસ્ટ્રેલિયાનું આ યુગલ કોરોનાને લીધે ઘરમાં કેદ થયું

યુગલ

યુગલ


કોરોના વાઇરસના ખોફને લીધે જબરદસ્તી ઘરમાં પુરાઈ રહેવાના દિવસો આવ્યા છે. જોકે આમાં પણ કેટલાક ખુશમિજાજ લોકો આનંદ શોધી જ લે છે. ઑસ્ટ્રેલિયાના એક યુગલની કોરોનાને કારણે ક્રૂઝની ટ્રિપ રદ થઈ હોવા છતાં તેમણે ક્રૂઝનો આનંદ માણતો વિડિયો વિવિધ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેને લોકોએ ખૂબ વખાણ્યો છે. 

ઑસ્ટ્રેલિયાનાં જેન ટ્રિલે ડેવિડ અને નોર્મા ટ્રિલનો વિડિયો ટ્વિટર અને ફેસબુક પર શૅર કર્યો છે, જેમાં યુગલ તેમના ઘરમાં સોફા પર બેસીને ડ્રિન્કનો આનંદ માણી રહ્યું છે અને સામે ટીવીમાં બ્લુ કલરના દરિયાનું દૃશ્ય દર્શાવતી કોઈક ફિલ્મ ચાલી રહી છે. તેમણે ક્રૂઝનો આનંદ માણતાં હોય એવા જ અંદાજ અને કપડાંમાં વિડિયો લીધો છે.



સોશ્યલ મીડિયા પર તેમનો આ વિડિયો ઘણો વખણાયો છે. લોકોએ તેમની ભરપેટ પ્રશંસા કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2020 07:22 AM IST | Australia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK