Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એશિયાની આ સૌથી ટચૂકડી દર્દી પર થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

એશિયાની આ સૌથી ટચૂકડી દર્દી પર થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

23 September, 2019 09:54 AM IST | ચીન

એશિયાની આ સૌથી ટચૂકડી દર્દી પર થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

એશિયાની સૌથી ટચૂકડી દર્દી પર થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

એશિયાની સૌથી ટચૂકડી દર્દી પર થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ


ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાં યુનિયન હૉસ્પિટલમાં રુઈરુઈ નામની એક ટચૂકડી બાળકી પર અનોખી સર્જરી થઈ. હજી તો ત્રણ મહિના પહેલાં આ ધરતી પર અવતરેલી બાળકીનો જીવ બચાવવા માટે તેને હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એમ હતું. આટલું નાનું બાળક હોય ત્યારે તેના હૃદયની સાઇઝ સાથે મૅચ થાય એવું ઑર્ગન મેળવવું એ લગભગ અસંભવ જણાતું હતું, પરંતુ નસીબજોગે ગ્વાંગઝુ શહેરમાં રહેતા ચાર વર્ષના ટૉન્ગ ટૉન્ગ નામના બ‍્રેઇનડેડ બાળકનું હૃદય મળતાં રુઈરુઈને નવજીવન મળ્યું હતું. ટૉન્ગ ટૉન્ગ ઊંચી બિલ્ડિંગ પરથી પડી જવાને કારણે બ્રેઇનડેડ થઈ ગયો હતો. ડૉક્ટરોએ તેના પેરન્ટ્સને બાળકના અંગો ડોનેટ કરીને બીજાં બાળકોનો જીવ બચાવવા માટે કન્વીન્સ કર્યા હતા અને તેઓ તૈયાર થઈ જતાં રુઈરુઈને હાર્ટ મળ્યું હતું. ડોનર દર્દી ચાર વર્ષનો હતો અને રુઈરુઈ જસ્ટ ત્રણ મહિનાની. એને કારણે ડોનરની મહાધમની વધુ પહોળી હતી એટલે ટ્રાન્સપ્લાન્ટ દરમ્યાન ડૉક્ટરો માટે વધુ પડકારો હતા.

આ પણ વાંચો : ઊડતાં કબૂતરોની વચ્ચે પર્ફેક્ટ ફોટો કઈ રીતે પડે છે એ જાણો છો?



ડૉન્ગ નિયાંગુઓ નામના ડૉક્ટરના નેતૃત્વમાં થયેલી આ સર્જરી એશિયાની સૌથી ટચૂકડી દરદી પરનું હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ ગણાય છે. જે દિવસે બાળકી પર હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ થયું એ વખતે તે જસ્ટ ૬૬ દિવસની હતી અને તેનું વજન લગભગ ત્રણ કિલો જેટલું હતું. હજી ત્રણેક મહિના સુધી રુઈરુઈને આઇસીયુમાં રહેવું પડશે જેથી કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનથી તેને બચાવી શકાય.


૨૦૧૪માં ૧૧૩ દિવસના બાળકનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયેલું અને એ વખતે બાળદર્દીનું વજન ૪.૨૪ કિલો હતું.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2019 09:54 AM IST | ચીન

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK