Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ બહેનના પગ છે પૂરા પોણા પાંચ ફુટ લાંબા

આ બહેનના પગ છે પૂરા પોણા પાંચ ફુટ લાંબા

08 July, 2020 08:06 AM IST | Chicago
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બહેનના પગ છે પૂરા પોણા પાંચ ફુટ લાંબા

લાંબા પગ ધરાવતી મહિલા

લાંબા પગ ધરાવતી મહિલા


ઍવરેજ છોકરીઓની હાઇટ પાંચથી સવાપાંચ ફુટ જેટલી હોય છે, પરંતુ મૉન્ગોલિયામાં જન્મેલી રેન્તેન્સ્ખોર્લુ રેન બેડ નામની કન્યાના માત્ર પગ જ પોણાપાંચ ફુટના છે. કુલ ૬ ફુટ ૯ ઇંચની લંબાઈ ધરાવતી આ યુવતી હાલમાં અમેરિકાના શિકાગોમાં રહે છે. આ યુવતીના પગ ૫૨.૫ ઇંચ લાંબા છે, પરંતુ તેને શૉર્ટ્સ પહેરવાનો ઘણો શોખ છે. એને કારણે તેના લાંબા ઉઘાડા પગ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. હાઇટ તેના પરિવારમાં છે. તેના પપ્પાની ઊંચાઈ ૬ ફુટ ૧૦ ઇંચ અને મમ્મીની ઊંચાઈ ૬ ફુટ ૧ ઇંચ છે. હાઇટને કારણે તેને પોતાને ફિટ બેસે એવાં રેડીમેડ કપડાં કપડાં શોધવા, પસંદ કરવાની હંમેશની મથામણ રહી છે. આટલી હાઇટ હોવા છતાં તેને શૉર્ટ્સની સાથે હાઈ હીલ્સ પહેરવાનું પણ ખૂબ ગમે છે.

આ પણ વાંચો : પૂરા મહિને પેટ પર હજારો મધમાખીની ચાદર ઓઢી આ પ્રેગ્નન્ટ યુવતીએ



સૌથી નવાઈની વાત એ છે કે આટલા લાંબા પગ હોવા છતાં તે વિશ્વમાં સૌથી લાંબા પગ ધરાવતી મહિલા કરતાં પાછળ છે. મહિલાઓમાં વિશ્વના સૌથી લાંબા પગનો વિક્રમ અમેરિકાના જ ટેક્સસની ઑસ્ટિનમાં રહેતી મેસી ક્યુમિનનો છે. તેના પગ ૫૩ ઇંચ લાંબા છે. એ પહેલાં એ વિક્રમ રશિયાની એકાતેરિના લિસીના (૫૨.૨ ઇંચ લાંબા પગ)ના નામે હતો.


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2020 08:06 AM IST | Chicago | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK