અમેરિકન ગોવાળિયોઃ સેક્સોફોન વગાડીને કરે છે ગાયોને મંત્રમુગ્ધ

અમેરિકા | Jul 03, 2019, 08:38 IST

ગાયોને સુમધુર સંગીત બહુ ગમતું હોય છે. કાનુડાની વાંસળી સાંભળીને ગાયોનું ધણ એ સૂરની પાછળ ખેંચાઈ આવતું હતું એમ અમેરિકાના ઑરેગોનમાં રહેતા ૫૩ વર્ષના રિક હર્મન નામના ભાઈ જ્યારે સેક્સોફોન પર સૂર છેડે છે

અમેરિકન ગોવાળિયોઃ સેક્સોફોન વગાડીને કરે છે ગાયોને મંત્રમુગ્ધ
ગોવાળિયો સેક્સોફોન વગાડીને કરે છે ગાયોને મંત્રમુગ્ધ

ગાયોને સુમધુર સંગીત બહુ ગમતું હોય છે. કાનુડાની વાંસળી સાંભળીને ગાયોનું ધણ એ સૂરની પાછળ ખેંચાઈ આવતું હતું એમ અમેરિકાના ઑરેગોનમાં રહેતા ૫૩ વર્ષના રિક હર્મન નામના ભાઈ જ્યારે સેક્સોફોન પર સૂર છેડે છે ત્યારે ગાયો તેમની પાસે ખેંચાઈ આવે છે. આ ઘટનાનો વિડિયો રિકની બાવીસ વર્ષની દીકરી એરિને ટ્‍વિટર પર શૅર કર્યો છે.

રિક અંગ્રેજી ગીતોની મધુર ધૂનો તલ્લીન થઈને સેક્સોફોન પર વગાડતા હોય છે ત્યારે જ દૂરથી એક પછી એક ગાય તેમની નજીક છેક ફૅન્સ સુધી આવી પહોંચે છે. આ વિડિયો હજી તો મંગળવારે સોશ્યલ મીડિયામાં આવ્યો અને અત્યાર સુધીમાં ૧૧‌ મિલ્યનથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો : આ ગાય ફૂટબોલ રમે છે, માનતા ના હો તો આ વીડિયો જોઈ લો

નવાઈની વાત એ છે કે રિક આ વાદ્ય વગાડવામાં બહુ કુશળ હોય એવું નથી. તે માત્ર શોખ ખાતર આ વાદ્ય શીખ્યો છે અને ક્યારેક પબ્લિકમાં પર્ફોર્મન્સ આપવાની તૈયારી કરી રહ્યો છે. જોકે એ પહેલાં તેને થયું કે પોતાના સંગીતને કુદરત કેવી રીતે રીઍક્ટ કરે છે એ પણ જોવું જોઈએ. આ વિડિયો જોઈને રિકનું કહેવું છે કે આ મારું પહેલું ઑડિશન હતું. જોકે એ પછી રિક જ્યારે પણ ખુલ્લામાં સેક્સોફોન વગાડવા બેસી જાય છે ત્યારે ગાયો આપમેળે સૂર સાંભળીને ખેંચાઈ આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK