Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ગાય ફૂટબોલ રમે છે, માનતા ના હો તો આ વીડિયો જોઈ લો

આ ગાય ફૂટબોલ રમે છે, માનતા ના હો તો આ વીડિયો જોઈ લો

02 July, 2019 04:54 PM IST | મુંબઈ

આ ગાય ફૂટબોલ રમે છે, માનતા ના હો તો આ વીડિયો જોઈ લો

આ ગાય ફૂટબોલ રમે છે, માનતા ના હો તો આ વીડિયો જોઈ લો


બાળપણથી એટલે કે સ્કૂલથી જ આપણે ગાય વિશે જુદુ જુદુ ભણતા આવ્યા છીએ. ગાયના નિબંધથી લઈ ગાયને માતા શીખતા આવ્યા છીએ. તમે ગાયના જુદા જુદા પ્રકાર વિશે પણ ભણ્યા હશો. પરંતુ આજે અમે તમારા માટે એક એવી ગાયની માહિતી લાવ્યા છીએ, જે તમે ક્યારેય નહીં જોઈ હોય. જી હાં, આ ગાય છે જ એવી કે તમે તેના વિશે નહીં જાણતા હો. અને અમે એમનેમ નથી કહી રહ્યા, પુરાવા રૂપે અમારી પાસે તેનો વીડિયો પણ છે.

જી હાં, વાત છે એક એવી ગાયની જે ફૂટબોલ રમે છે. અમને ખબર છે કે તમે આ વાત સાંભળીને પહેલી વારે તો નહીં જ માનો, એટલે અમે તમારા માટે અહીં તે વીડિયો પણ મૂક્યો છે. અને આ વીડિયો ક્રિકેટ એક્સપર્ટ અને કમેન્ટેટર હર્ષા ભોગલેએ પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર શૅર કર્યો છે.



અહીં જુઓ વીડિયો



વાઈરલ થયેલા આ વીડિયોમાં મેદાન પર એક ગાય ફૂટબોલ સાથે દેખાઈ રહી છે. શરૂઆતમાં જોતા લાગે છે કે ગાય ભૂલથી મેદાનમાં આવી ચડી છે, અને ખેલાડીઓ તેની પાસેથી બોલ લેવા જતા ડરે છે. પરંતુ જ્યારે તમે આ વીડિયો આગળ જોશો તો તમે આશ્ચર્ય ચકિત થઈ જશો, આ વીડિયો જોઈને તમારી આંખો પહોલી થઈ જશે. આ ગાય ભૂલથી મેદાનમાં નથી આવી, પરંતુ તે ફૂટબોલ રમી રહી છે.

જ્યારે કેટલાક ખેલાડીઓ ગાય પાસેથી ફૂટબોલ છીનવી લે છે, તો ગાય બોલ લેવા માટે તેની પાછળ પાછળ પણ દોડે છે. જી હાં, આ આખો વીડિયો 2 મિનિટ અને 12 સેકન્ડનો છે. જેમાં ગાય ફૂટબોલ રમતી દેખાઈ રહી છે. હર્ષા ભોગલેએ આ વીડિયો સાથે કેપ્શન આપ્યું છે કે,'આજનો સૌથી રસપ્રદ અને જોવાલાક વીડિયો.' આ વીડિયો સોશિયલ મીડિયા પર જબરજસ્ત વાઈરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી 4 લાખ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે.

હર્ષા ભોગલેના આ વીડિયોવાળા ટ્વિટને 15 હજાર લોકોએ રિટ્વિટ કર્યો છે અને 44 હજાર લોકોએ લાઈક કર્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2019 04:54 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK